ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજુલા શહેરના પોલીસ સ્ટેશન પાસે ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કા રાજા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. વર્ષથી વર્ષ સુધીની પરંપરાના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બીજા વર્ષે પણ ગણેશ ચતુર્થીના તહેવારને લઈને ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.
ગણપતિ બાપ્પાની દરરોજ આરતીના આયોજનોમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો અને ભક્તો ભાગ લે છે, સાથે જ બાપ્પાનો સુંદર શણગાર કરવામાં આવે છે. આ વર્ષે વિશેષતા તરીકે કૈલાસ પર્વતનું થિમ બનાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું.
ભક્તોએ ગણપતિ બાપ્પાની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને મહોત્સવમાં ઊજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમમાં યુવરાજભાઈ ચાંદુ, ગૌરાગભાઈ મહેતા, ચિરાગભાઈ બી. જોષી, વિનુભાઈ શ્રીરામ, જયરાજભાઈ ધાખડા, રાજેન્દ્રભાઈ ધાખડા, મનીષભાઈ વાઘેલા, ઘનશ્યામભાઈ મશરૂ, નિમેષભાઈ ઠાકર, આશિષ પારેખ, કિર્તિભાઈ અને મિત રાઠોડ સહિતના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.