મંદિર નિર્માણ કાર્યના પ્રણેતા વજુભાઈ વાળા, પ્રમુખ કાનભા ગોહિલ સહિતના આગેવાનોની ઉપસ્થિતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભવાની ધામ આયોજિત સમસ્ત રાજપૂત સમાજ મંદિર નિર્માણ કાર્ય અંગે અમદાવાદ શહેર અને જિલ્લાની મુખ્ય આગેવાનોની મીટીંગ યોજાઈ ગઈ. સમસ્ત રાજપૂત સમાજ પ્રમુખ શ્રી કાનભા ગોહિલ સમાજના મોભી અને મંદિર નિર્માણ કાર્યના પ્રણેતા શ્રી વજુભાઈ વાળા, પ્રમુખ શ્રી ચૌહાણ સાહેબ અને ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી કુશળ સિંહ પેઢરીયા સહિતના સમાજના પૂર્વ પશ્ચિમ વિભાગના પ્રમુખ અને વિવિધ તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના સૌ આગેવાનો આવનારા દિવસોમાં તન મન ધનથી મંદિર નિર્માણ કાર્ય માટે, વિદ્યાર્થીઓના ભણતર અને વિવિધ યોજનાઓમાં ભાગ લઈ શકે તે માટે સ્ટડી સેન્ટર, આર્યુવેદિક અને હેલ્થ સેન્ટર જેવા વિવિધ પ્રોજેક્ટ આગામી દિવસોમાં શરૂ કરવા માટે સૌએ સાથે મળી નિર્ણય કર્યો હતો.
સમાજના સૌનો પરિચય શ્રી નરેન્દ્ર સિંહ અસવાર એ આપ્યો હતો અને આભાર વિધિ બળવંતસિંહ પઢેરીયા એ કરી હતી. આગામી કાર્ય માટે સૌના સૂચનો લઈ 7/5/25 ના રોજ આખરીઓપ આપવામાં આવશે તેમ નિશ્ચિત કરવામાં આવ્યુ છે અને આ અંગે સંકલન ભવાની ધામ ક્ધવીનર શ્રી તેજસભાઇ ભટ્ટી એ કર્યું હતું.



