ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 તારીખે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિળ સંગમ ના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ કાર્યક્રમની વ્યસ્તતાને કારણે તેઓ ઉદ્ઘાટન સમારોહમાં હાજર નહીં રહે તેમની જગ્યાએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે. આ દિવસો દરમિયાન વિદેશી મહેમાનો ભારતના પ્રવાસે હોવાથી આ કાર્યક્રમ રદ થયો છે. મુખ્યમંત્રી કાર્યાલય ના સુત્રોનું માનીએ તો વડાપ્રધાન નો કાર્યક્રમ રિ સીડયુઅલ થઈ રહ્યો છે આ તમામ દિવસો દરમિયાન કોઈપણ એક દિવસ વડાપ્રધાન ગુજરાત આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. જેને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને હવે નકર માહિતી સામે આવી છે. હવે સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના નથી. આથી તેમનો ગુજરાતનો પ્રવાસ પણ રદ કરાયો છે. આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં કોઈ એક સ્થળે હાજરી આપશે તેવી શક્યતાઓ પણ જોવા મળે છે. પરંતુ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદીની ગેરહાજરીની વચ્ચે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ તેની પૂર્વ નિર્ધારિત રૂપરેખા મુજબ શરૂ થશે.
તમિળનાડુમાં વસતાં મૂળ સૌરાષ્ટ્રના વતનીઓને આ કાર્યક્રમમાં આવવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે દરમિયાન અંદાજીત 3 હજાર કરતા વધુ લોકો તમિલનાડુ થી સૌરાષ્ટ્રમાં આવશે અને અહીં અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશેે.