ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
સંરક્ષણમંત્રી રાજનાથસિંહ 21 ઓગસ્ટથી અમેરિકાની પાંચ દિવસની મુલાકાતે જવાના છે. ઈન્ડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલ (આઈડીએસી) દ્વારા એમક્યુ-9બી, પ્રીડેટર ડ્રોન વિમાનો તેમજ તથા નૌસેના માટેનાં હોક-આઈ-360 વિમાનોની ખરીદી અંગે ચર્ચા કરવામાં આવશે. સૌથી મહત્વનો મુદ્દો તો ’ક્વોડ’માં ભારતનાં પ્રદાન તથા ’ઈન્ડો પેસિફિક મેરી ટાઇમ હોમેન અવેરનેસ’ (આઈપીએલડીએ)માં લેવાનારા પગલાંની ચર્ચા કરાશે, ઈંડીયન ડીફેન્સ એકવીઝીશન કાઉન્સીલની 31 જુલાઈએ મળેલી મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
- Advertisement -
તેમાં યુએવીમાં 30 ટકા સ્વદેશી ઉપકરણો ગોઠવવાની પણ ચર્ચા કરાશે. પ્રશ્ન સૌથી મહત્વનો તે સર્વેની કિંમતનો છે. તે કિંમત ઓછી કરાવવા સિંહ પ્રયત્નો કરશે. ઓગસ્ટ 23મીએ રાજનાથ સિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટીનને પેન્ટાગોનમાં મળવાના છે અને આ સોદાઓ ઉપર આખરી નિર્ણય લેવા માટે ચર્ચા કરશે. આ પૈકી ઉક્ત વિમાનોનાં ભારતમાં જ ઉત્પાદન કરવા ઉપર વજન મુકાશે. આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં રચાયેલા ’ક્વોડ’ની ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં હાથ ધરાનારી કાર્યવાહી મહત્વનો મુદ્દો બની રહેશે. આ વિસ્તારમાં ચીનની વધી રહેલી કાર્યવાહી તથા ગલ્ફ ઓફ એડનમાં સોમાલી ચાંચીયાઓ તથા હુથી હુમલાખોરોનો સામનો કરવા માટેની રણનીતિ પર વિચાર કરવામાં આવશે.