રૂ. 29.77 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગોંડલ હાઈવે ઉપર કોઠારીયા પાસે આવેલી રેનોલ પોલિકેમ લિમિટેડનો ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (ઈંઙઘ) 30 જુલાઈ, 2025 ના રોજ ખૂલશે અને 04 ઓગસ્ટ, 2025 ના રોજ બંધ થશે. કંપની આ ઈંઙઘ દ્વારા બજારમાંથી રૂ. 29.77 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખી રહી છે. કંપનીના સંચાલકો ઈંઙઘની સફળતા માટે ખૂબ આશાવાદી છે. રેનોલ પોલિકેમ લિમિટેડ કલર પિગમેન્ટ અને એડિટિવ્સના ઉત્પાદનમાં અગ્રણી કંપની છે. તે વિવિધ ઉદ્યોગોમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. કંપની ખાસ કરીને ઞઙટઈ, ઈઙટઈ તેમજ ઠઙઈ માં સુપર પેટ ડીન, સ્ટેબીલાઈઝર, વન પેક સ્ટેબીલાઈઝર, ક્વાર્ટઝાઈઝર, વેક્સ, લુબ્રીકેશન, ફ્લોઈંગ પાવડર, મોઈશ્ચર પાવડર, કાર્બન અને ન્યુડલ્સ, પિગમેન્ટ અને માસ્ટરબેચીઝ જેવા અનેક ઉત્પાદનો બનાવે છે. આ ઉત્પાદનો દેશ-વિદેશમાં પણ વેચાય છે. કંપનીએ જણાવ્યું છે કે, શેરની કુલ સંખ્યા 25.54 લાખ છે.
જાહેર ભરણામાં પૂર્ણપણે 30 જુલાઈથી ઑફર ફોર સેલ માટે ખૂલશે. કંપની પાસે ક્વોલીફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર 5.40 લાખ શેર છે. જ્યારે ઇંગઈં (હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ) 3.84 લાખ શેર અને રીટેલમાં 13.94 લાખ શેર છે.
- Advertisement -
પ્રત્યેક શેરની ફેસ વેલ્યુ 10 છે અને ઈક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ 100-105 નક્કી કરવામાં આવી છે. આ ઈંઙઘની ટીમમાં લીડ મેનેજર તરીકે કાર્પોરેટ નેક્સસ કેપિટલ લિમિટેડ છે, જ્યારે કંપની સેક્રેટરી અંકુર રસ્તોગી તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈઅ કિશોર સિંહ અને ઈઅ ભાવદીપ પોરીયા છે. કંપનીના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ભાવેશભાઈ હરસોલા અને તેમના પુત્ર નૈતિક હરસોલા ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. આ બંને ઉદ્યોગ સાહસિકો ઈંઙઘની સફળતા માટે આશાવાદી છે.



