-ભાદર-1માં પણ પ્રતિ સેકન્ડે 2272 કયુસેક પાણીની આવક ચાલુ: જિલ્લાનાં મોજ, ફોફળ, ભાદર-2 પણ ફરી એકવાર ઓવરફલો થયા
રાજકોટ શહેરનાં પીવાનાં પાણીનાં મુખ્ય સ્ત્રોત, પૈકીનો ન્યારી-1 ડેમ પણ આજરોજ સવારે 10 કલાકે ઉપરવાસનાં સારા વરસાદનાં પગલે પુરો ભરાઈ જતા આજે સવારે બે દરવાજા બે-ફુટ ખોલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 25.10 ફુટે ઓવરફલો થઈ જતો ન્યારી-1 ડેમ આજે સવારે 100- ટકા ભરાઈ જતા રૂલ લેવલ મેઈન્ટેન કરવામાં બે દરવાજા બે ફુટ ખોલી દેવામાં આવ્યા હતાં અને ડેમ હેઠવાસના રાજકોટ તાલુકાનાં-3, લોધીકાનાં-2 અને પડધરી તાલુકામાં -6 મળી કુલ 11-ગામો નદીનાં પટ્ટમાં અવર-જવર નહી કરવા સુચના અપાઈ છે.
- Advertisement -
રાજકોટ મ્યુ.કોર્પોરેશન સિંચાઈ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ન્યારી-1 ડેમ આજે 18-મી વખત છલકાયો છે. અને ડેમમાં રાજકોટને 31- ડિસેમ્બર સુધી ચાલે તેટલું પાણી આવી ગયુ છે. આ ઉપરાંત રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા અને જેતપુર નજીક આવેલ સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ડેમો પૈકીનો બીજો એવો ભાદર-1 ડેમમાં પણ આજે નવાનિરની આવક ચાલુ રહેવા પામી છે. અને બપોરે બે વાગ્યા સુધીમાં અહેવાલો મુજબ ભાદર-1માં પ્રતિ સેક્ધડે 2272- કયુસેક નવું પાણી આવી રહ્યું છે.
34 ફુટે છલકાતા ભાદરની સપાટી હાલ 27 ફુટ સુધી પહોચી ગઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમ્યાન રાજકોટ જિલ્લાનાં 8 ડેમોમાં નવાનિર આવેલ હતા જે પૈકી મોજ, ફોફળ અને ભાદર-ડેમ પણ ફરી એકવાર ઓવરફલો થઈ ગયા હતાં.
જો કે છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરનાં મહત્વનાં એવા આજી-1 ડેમમાં આજે કોઈ નવાનિરની આવક થઈ નથી અને આજી-1ની સપાટી આજની સ્થિતિએ 24.70 ફુટે સ્થિર છે આજે સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન રાજકોટનાં 8 ઉપરાંત મોરબીનાં-1, દ્વારકાનાં-2, અને સુરેન્દ્રનગર જિલ્લાનાં4 અને ડેમોમાં નવાનિર ઠલવાયા હતાં.
- Advertisement -