ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગાંધીગ્રામ-2 યુની. પોલીસ સ્ટેશનના સબઈન્સ્પેકટર બી.આર.ભરવાડ ધ્વારા રાજકોટ શહેર, રાજકોટ તાલુકા પો.સ્ટે.માં એવી ફરીયાદ આપેલ હતી કે રાજકોટમાં તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રમેશ રાણાભાઈ મકવાણા પોતાના સાગ્રીતો સાથે મળી ગુન્હાઓ આચરવા માટે સંગઠીત ટોળકી બનાવી તેઓના સાચીતો સાથે રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં અનેક ગુન્હાઓ આચરેલ છે અને અનેક ગુન્હાઓમાં સંકળાયેલ છે જેથી તેઓ વિરૂદ્ધ ગુજસીટોક અંગેની કાર્યવાહી કરવા ફરીયાદ આપેલી હતી જેમાં ટોળકીના મુખ્ય સુત્રાધાર તરીકે રમેશ રાણાભાઈ મકવાણા તેના સાગરીત તરીકે હીરા પમા સાગઠીયા તથા ભરત દાનાભાઈ મુછડીયાને દર્શાવવામાં આવેલ હતા અને તેઓ ધ્વારા ખોટા કુલ મુખત્યારનામાઓ ઉભા કરી જમીનોના સાટાખત કરવા, ખોટા દસ્તાવેજો ઉભા કરવા, ખંડણી માંગવી જેવા અનેક ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા છે. જેમાં મુખ્યત્વે રમેશ રાણાભાઈ મકવાણા વિરૂદ્ધ કુલ 15 ગુન્હાઓ નોંધાયેલ છે, હીરા પમાભાઈ સાગઠીયા વિરૂદ્ધ 3 ગુન્હાઓ નોંધાયેલ છે અને ભરત દાનાભાઈ મુછડીયા વિરૂદ્ધ 6 ગુન્હાઓ નોંધાયેલ છે જે ગુજસીટોકના કેસમાં લાગુ પડતા હોય તેવા ગંભીર ગુન્હાઓ છે આ ત્રણેયે સાથે મળી અનેક લોકોની જમીનોના બોગસ કુલ મુખત્યારનામાઓ ઉભા કરેલ છે અને તેના આધારે બોગસ સાટાખત તથા બોગસ દસ્તાવેજો ઉભા કરેલ છે અને તેનો ખરા/સાચા તરીકે ઉપયોગ કરી અનેક લોકો સાથે છેતરપીડી અને વિશ્ર્વાસધાત કરેલ છે તેમજ તેઓ ઉપર આ ઉપરાંત ખુનની કોશીશ, લુંટ, મારામારી, ધાકધમકી, જમીન મકાનનો ગેરકાયદેસર કબ્જો લેવા, રાયોટીંગ, મીલ્કતને નુકશાન કરવું, પ્રોહીબીશન જેવા અનેક ગુન્હાઓ નોંધાયેલ છે અને તેઓ રાજકોટ શહેર તથા રાજકોટ જીલ્લાની પ્રજામાં ભય ફેલાવી પોતાની ધાક ઉભી કરવાના હેતુથી પોતાનું નેટવર્ક ઉભું કરેલ છે અને આવા ગુન્હાઓ વારંવાર આચરતા હોય તેઓ વિરૂદ્ધ ગુજસીટોક અંગેનો ગુન્હો તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતો.
- Advertisement -
ઉપરોક્ત ફરીયાદના અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.11208053 23115/2023 ગુજરાત આંતકવાદ અને સંગઠીત અપરાધ નિયંત્રણ (ૠઈઝઘઈ) અધિનિયમ-2015ની કલમ 3(1)(શશ), 3(2), 3(4) મુજબનો ગુન્હો નોંધેલ હતો અને જેમાં ઉપરોકત આરોપી (1) રમેશ રાણા મકવાણા (2)હીરા પમાભાઈ સાગઠીયા (3) ભરત દાનાભાઈ મુછડીયાની અટક કરવામાં આવેલી હતી.
ઉપરોકત કામમાં સાહેદો દ્વારા ગુજરાત સરકારમાં તેઓના આ કેસ માટે ખાસ સરકારી વકીલ એટલે કે સ્પેશ્યલ પી.પી.ની માંગણી કરવામાં આવેલ અને ગુજરાત સરકાર ધ્વારા ઉપરોકત કેસ ચલાવવા માટે રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાની સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક કરવામાં આવેલી હતી.