By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 hours ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    1 day ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    1 day ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
    17 minutes ago
    ધો.10-12 બોર્ડની પરીક્ષાનો 26 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે
    31 minutes ago
    ટ્રમ્પનું અમેરિકા: રોજગાર નહીં, બેરોજગારીમાં ‘ફર્સ્ટ’ રહેવાની તૈયારી
    39 minutes ago
    ફ્રાન્સના ‘રાક્ષસી’ શિક્ષકનો ભયાનક ખુલાસો: 50 વર્ષમાં ભારત સહિત 9 દેશોના 89 સગીરો પર ગુજાર્યો બળાત્કાર
    43 minutes ago
    ‘સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો’: સુપ્રીમ
    49 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    3 hours ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 hours ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 hours ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટનાં યુવાનને કલેક્ટરના લેટરહેડ પર, કલેક્ટરની નકલી સહી સાથે ધમકી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટનાં યુવાનને કલેક્ટરના લેટરહેડ પર, કલેક્ટરની નકલી સહી સાથે ધમકી!
TALK OF THE TOWNખાસ-ખબરરાજકોટ

રાજકોટનાં યુવાનને કલેક્ટરના લેટરહેડ પર, કલેક્ટરની નકલી સહી સાથે ધમકી!

Khaskhabar Editor
Last updated: 2023/12/04 at 5:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

‘રાજકોટમાં પગ મૂકશો તો તમારા પર પ્રાણઘાતક હુમલો થશે!’

કલેક્ટર કચેરીમાં ચાલતાં બેફામ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની સજા મળી!

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
શું તમે કદી એવું જોયું છે કે, સ્વયં કોઇ જિલ્લા કલેક્ટર કોઇ અરજદારને પોતાનાં લેટરહેડ પર ધમકી આપતો પત્ર લખે? શું તમે કદી એવું નિહાળ્યું છે કે, ખૂદ કલેક્ટર જ ઓફિશિયલી, ઓન પેપર કોઇને એવી ધમકી આપતા હોય કે, “જો તમે રાજકોટમાં પ્રવેશ કરશો તો આપનાં પર ગમે ત્યારે પ્રાણઘાતક હુમલો કરવામાં આવશે…”
રાજકોટ જિલ્લાના દહીસરડા(તા. પડધરી) ગામનાં યુવાન ભરત લખમણભાઇ ચાવડાને આવા પત્રો પાઠવાયા છે. એક વખત નહીં, અનેક વખત. તત્કાલિન જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુના સિગ્નેચર સાથે! કહેવાની જરૂર નથી કે, મહેશબાબુના હસ્તાક્ષર નકલી છે. પરંતુ સાથે એ કહેવાની જરૂર પણ ખરી કે, લેટરહેડ અસલી છે. અર્થાત કલેક્ટર ઓફિસનાં જ કોઇ ગઠિયાએ અથવા ગઠડીએ આ કાંડ કર્યા છે.

અરૂણ મહેશબાબુની અસલી સહીને મળતી આવતી નકલી સહી કરીને કોણે આચર્યો ગુનો?: તપાસ જરૂરી

શું કોઈ કલેક્ટર ઑન-પેપર કોઈને ધમકી આપે? અશક્ય… તો ધમકી આપી કોણે?

- Advertisement -

પત્રોમાંની વિગત જોઇએ તે પહેલાં આવા પ્રકરણનું મૂળ જાણવું જરૂરી છે. મૂળ દહીંસરડાના યુવાન ભરત ચાવડાને તત્કાલિન જિલ્લા કલક્ટર રેમ્યા મોહનનાં કાર્યકાળ દરમિયાન 2019માં કોમ્યુટર ઓપરેટર (અઝટઝ) તરીકે કરાર આધારિત નોકરી મળી હતી. પગાર હતો: 4700 રૂપિયા. આ નોકરી દરમિયાન ભરત ચાવડાને સતત એવો વિચાર આવતો હતો કે, માત્ર 4700 રૂપિયામાં આ બધાં ઓપરેટરો પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવતાં હશે ?
તેઓ ઉંડા ઉતર્યા અને જાણ્યું તો ખ્યાલ આવ્યો કે, અનેક ઓપરેટરો, વિવિધ પ્રમાણપત્રો, દાખલાંઓમાં ચિક્કાર પૈસા બનાવી રહ્યાં છે. જે દાખલાં બે-પાંચ દિવસે નીકળે તેમ હોય, એ 15 મિનિટમાં પણ નીકળી જાય- જો તમે “નૈવેદ્ય” ધરો તો જ! ઐ સડો એટલો હદ સુધી વ્યાપેલો હતો કે તેમાં કેટલાંક અધિકારીઓ પણ ગળાડૂબ હતાં. ભરત ચાવડા આ આખા કૌભાંડની વિગતો મેળવી રહ્યાં છે એ વાતની સ્ટાફમાં પણ જાણ થઇ ગઇ. તેથી સ્થાપિત હિતોએ તેમની વિરૂદ્ધ અંદરખાને ઝૂંબેશ આદરી. અને છેવટે તેમને હાંકી કાઢવામાં આવ્યા. એ પછી પણ આગળ જતાં તત્કાલિન કલેક્ટર રેમ્યા મોહને ભરત ચાવડાને ફરજ પર પરત લીધાં. ફરી તેમને હાંકી કાઢયા. કારણકે, ભ્રષ્ટાચારના વાતવરણમાં તેઓ સેટ થઇ શકતા ન હતાં. ટૂંકમાં તેઓ ટોળાનો ભાગ બનવા તૈયાર ન હતાં.
તારીખ 9 ડિસેમ્બર, 2021નાં રોજ ભરત ચાવડાએ કલેક્ટરના વ્હોટસએપ ગ્રુપમાં અઝટઝ ઓપરેટર વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી. જેમાં તેમણે અઝટઝ ઓપરેટર ગિરિરાજસિંહ જગુભા જાડેજા અને એક મહિલા ઓપરેટર વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા. (જુઓ તસવીર)

સ્થાપિત હિતો સામે રણશિંગુ ફુંકયા પછી ભરત ચાવડાની માઠી બેઠી. થોડાં સમયમાં તેમને કલેક્ટર કચેરીના અધિકૃત લેટરહેડ પર લખાયેલાં, કલેક્ટરનાં હસ્તાક્ષર ધરાવતાં ધમકીભર્યા પત્રો મળવાની શરૂઆત થઇ ગઇ. તેમાં તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશબાબુના નકલી હસ્તાક્ષર પણ હતાં. તારીખ 15 એપ્રિલ , 2022નાં રોજ કલેક્ટર ઓફિસમાંથી લખઆયેલા પત્રમાં ભરત ચાવડાને જણાવવામાં આવ્યું કે, “ગિરિરાજસિંહ જાડેજા દ્વારા અન્ય ઇસમો/ એજન્યો પાસેથી કાળા બજારના રેશનકાર્ડના કામો આપના દ્વારા ન કરવામાં આવતા હોઇ આપને માનસિક અને શારિરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરંતુ આપની પ્રામાણિકતા અડગ હતી. જેથી આપની સામે કોઇ મહિલા ઓપરેટરને મેદાનમાં ઉતારવામાં આવેલ. હવે આપ કલેક્ટર કચેરી કે રાજકોટની હદમાં પ્રવેશ કરશો તો તેની કિંમત આપે ચૂકવવાની રહેશે. જે આપને વિદિત થાય. ”


આમ, એક જ પત્રમાં ભરત ચાવડાને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર પણ અપાયું અને રાજકોટમાં પ્રવેશ કરવા સામે ધમકી પણ આપવામાં આવી! તારીખ 26 સપ્ટેમ્બર, 2022નાં રોજ જિલ્લાં કલેક્ટરના લેટરહેડ પર, કલેક્ટરની અદલ પરંતુ નકલી સાઇન સાથે ભરત ચાવડાને એક પત્ર મળ્યો. આ પત્રમાં લખાયું હતું કે, ‘હાલ આપના માટે રાજકોટ શહેરમાં આવવા-જવા પર કડક પ્રતિબંધ લગાવવામાં આવેલ હોવા છતાં આપ પોલીસ કમિશનરશ્રીની કચેરી સુધી પહોંચી જવા તે ઉચિત નથી. આપને પોલીસ કમિશનરશ્રી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોરીસાગર પણ નહીં બચાવી શકે. અને જો રાજકોટમાં આપ ભૂલેચૂકે પ્રવેશ કરશો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વડા તેમજ ગુજરાત પંચાયત પસંદગી સેવા સમિતિ બોર્ડના ચેરમેનશ્રીને તથા પી.એસ.આઈ. રીક્રુટમેન્ટ બોર્ડ, ગુજરાત પોલીસના વડા, લોકરક્ષક દળના વડાને આપના દ્વારા પરીક્ષાની નોંધાવવામાં આવતી ઉમેદવારીઓ રદ્દ કરાવવી પડશે. તથા આપના પર પ્રાણઘાતક હુમલો ગમે ત્યારે કરવામાં આવશે. જે આપને વિદિત થવા સારૂં!’
ભરત ચાવડાને આવા પત્રો ખૂદ કલેક્ટરના લેટરહેડ પર મળે, અસલી જેવી જ નકલી સાઈન હોય… તેનો અર્થ એ થયો કે, કલેક્ટર કચેરીમાં જ અનેક લોકો ફુટેલાં છે. બેશક, અરૂણ મહેશબાબુને આવી હરકતો સાથે કશું જ લાગતું વળગતું ન હોય પરંતુ જવાબદાર કૌભાંડિયાઓને પકડવા પણ અત્યંત જરૂરી છે.

ખૂબ દોડ્યાં ભરત ચાવડા, કશું જ વળ્યું નહીં!
પોતાને મળતા ધમકીભર્યા પત્રો મામલે ભરત ચાવડાએ ન્યાય મેળવવા કોઈ પ્રયાસો બાકી રાખ્યા નથી. તેઓ સ્થાનિક તંત્રથી માંડીને છેક મુખ્યમંત્રી સુધી જઈ આવ્યા છે. પરંતુ તેમને હજુ ન્યાય મળ્યો નથી.

You Might Also Like

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં 45 વર્ષથી ગુંજે છે ‘વંદે માતરમ’

પ્રેમી સાથે ભાગવા ઘર છોડી દેનાર ધો.10ની છાત્રા સાથે રિક્ષાચાલકે કરી જાતીય સતામણી

TAGGED: COLLECTORS, letterhead, Rajkot, threat, YOUTH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આમ આદમી પાર્ટીની મોટાભાગની બેઠકો પર ડિપોઝીટ ડૂલ, ક્યાંય 1% વોટશેર પણ ન મળ્યો
Next Article COP28: સ્વચ્છ ઈંધણ 3 ગણું કરવા પર 117 દેશ સહમત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના નિમકનગર ગામમાં મતદાર યાદી સુધારણા કામગીરી સામે આવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
મોરબી: નગર દરવાજા ચોકથી જૂનાં બસ સ્ટેન્ડ સુધી દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ
કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
જિયો ફાઇનાન્સ એપ પર હવે ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા: 8.15% સુધી વ્યાજ અને અનેક ફાયદા
મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં અંકિતા ભટ્ટાચાર્યનો પ્રથમ ભવ્ય લાઈવ ઇન કોન્સર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

કેન્દ્રની નીતિઓ સામે ભારત બંધ: દેશભરમાં 30 કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ રૂઢિચુસ્ત સમાજમાં નારી શક્તિ અને સ્વભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું: આચાર્ય દેવવ્રત

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?