વાંકાનેર રોડ ઉપર શાપર પોલીસે મોરે મોરો દઈ યુવકને મુક્ત કરાવ્યો
5 હજારની લેતી દેતી મુદ્દે ઉઠાવી જનાર બેની ધરપકડ: નાસી છુટેલાની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના કોઠારિયાય સોલ્વન્ટમાં રહેતા યુવકને ગઈકાલે શાપરમાંથી ઉઠાવી જઈ કાલાવડ રોડ, નવાગામ તથા વાંકાનેર રોડ તરફ લઇ જઈ મારકૂટ કરી, બીડી-સિગરેટના ડામ દીધા હતા બનાવને પગલે પોલીસ પહોંચી જતા યુવકને મુક્ત કરાવી બે શખ્સોની ધરપકડ કરી યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યો હતો પૈસાની લેતીદેતી મુદ્દે અપહરણ કરી માર માર્યો હોવાનું યુવકે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં રહેતા અને રીક્ષા હંકારતા દિપક મનોજભાઈ રાઠોડ ઉ.23ને મોડી રાત્રે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેનું શાપરથી અપહરણ કરી માર માર્યો હોવાનું જણાવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી તેણે જણાવ્યું હતું કે હું એક વર્ષ પહેલા રાજકોટના વિજયની રિક્ષા ભાડેથી ફેરવતો હતો જે તે વખતે ગોંડલમાં નો-પાર્કિંગ સહિતનો પાંચ હજાર જેવો દંડ થયો હતો આ રકમ વિજયએ ભરપાઇ કરી હતી જે મારે તેને આપવાની હતી બાદમાં તે કોઇ ગુનામાં જેલમાં ગયો હતો થોડા દિવસ પહેલા જ તે છૂટ્યો હતો મારે આપવાના પૈસાનો ખાર રાખી તે ગત સાંજે હું શાપર પૂલ નીચે રિક્ષા લઇને ઉભો હતો ત્યાં અજાણ્યા શખ્સ સાથે ધસી આવ્યો હતો અને મને બળજબરીથી તેના ટુવ્હીલરમાં વચ્ચે બેસાડી ઉપાડી ગયા હતાં મારો મિત્ર વિશાલ ત્યાં ઉભો હોય તેણે મારા કાકા રાજુભાઇને વાત કરતા મારા કાકાએ શાપર પોલીસને જાણ કરી હતી આ લોકો મને પહેલા રાજકોટ કાલાવડ રોડ ઉપર ફલેટમાં લઇ ગયા હતાં જ્યાં બીજા અજાણ્યા શખ્સો પણ હતાં મને ધોકા-પાઇપથી માર મારી બીડી-સિગારેટના ડામ દીધા હતાં પછી ત્યાંથી ટુવ્હીલરમાં બેસાડી નવાગામ લઇ ગયા હતાં ત્યાં પણ મારકૂટ કરી હતી બાદમાં કુવાડવાથી વાંકાનેર તરફના રસ્તે લઇને જતાં હતાં. ત્યાં હું કંઇ બોલુ તો મારકુટ કરવા માંડતા હતાં અમે પીપળીયા નજીક પહોંચ્યા ત્યારે ફોન લોકેશનને આધારે શાપર પોલીસ પહોંચી ગઇ હતી અને મને મુક્ત કરાવી બે શખ્સને પકડી લીધા હતાં જયારે બીજા અજાણ્યા શખ્સો નાસી છૂટ્યા હતા શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.