ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનપદ માટે આજરોજ ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં જયેશ બોઘરાને માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રીપીટ કરાયા છે, જ્યારે વાઈસ ચેરમેનપદે વિજય કોરાટની નિયુક્તિ કરવામાં આવી છે. આમ જયેશ બોઘરા અને વિજય કોરાટની બિનહરીફ વરણી થતાં તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
- Advertisement -
આજે સહકારી આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા મેન્ડેટ લઈને આવ્યા હતા. ભાજપ દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરાના નામનું મેન્ડેટ આવ્યું હતું. આજે યોજાયેલી ચૂંટણીમાં ઉપસ્થિત રહેલા પદાધિકારીઓ દ્વારા સર્વાનુમત્તે ચેરમેનપદ માટે જયેશ બોઘરા અને વાઈસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે અને રાજ્યમાં ત્રીજું સ્થાન છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન જયેશ બોઘરાનો દબદબો હવે યથાવત રહેશે. આમ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ફરી એક વાર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.