બે લાખનો હવાલો લઈ મૈત્રી કરારમાં રહેતા પ્રેમીઓને વિખુટા પાડવાનું ષડયંત્ર
મહિલા પોલીસ મથકનાં કમલેશ, સોનલ, રેખાએ સત્તાનો દુરુપયોગ કર્યો
- Advertisement -
ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે પીડિતને મદદરૂપ થવાની જગ્યાએ મશ્કરી કરી
પોલીસ તંત્રમાંથી ન્યાય ન મળતા દિપક ગોહેલ કોર્ટના શરણે, ગુંજનનું સર્ચ વૉરંટ કઢાવવા માટે અરજી
ભૂતકાળની ક્રાઈમ બ્રાન્ચનાં પગલે વર્તમાન મહિલા પોલીસ સ્ટેશન
- Advertisement -
‘તને હજુ ઓછો માર્યો છે, વધુ મારવો જોઈતો હતો…’ પીડિતને CP ખુરશીદ અહેમદનો આંચકાજનક જવાબ
પૈસા લઈ, માર મારી બે પ્રેમીઓને વિખુટા પાડવાનું પાપ કમલેશ, સોનલ અને રેખાને લાગશે, ખુદા ખુરશીદ અહેમદને માફ નહીં કરે
ભારતીય સમાજમાં મૈત્રી કરારના કાયદા વિશે અનેક ગેરસમજણો રહેલી છે, મૈત્રી કરારના કાયદામાં રહેલી ગેરસમજણોનો ફાયદો ઘણા લેતા આવ્યા છે. હાલ રાજકોટમાં પણ મૈત્રી કરારના એક બનાવનો મહિલા પોલીસ સ્ટેશનને ફાયદો ઉઠાવ્યો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખા નામનાં ખાખીધારીઓએ મૈત્રી કરારનાં બનાવમાં બે લાખ રૂપિયાનો હવાલો લીધો હતો અને કાયદાની વિરુદ્ધ જઈ કામગીરી કરી બે પ્રેમીઓને વિખુટા પાડી દીધા હતા.
બનાવની વિગત અનુસાર ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા દિપક ગોહેલ અને તેની પાડોશી ગુંજન કણઝારીયા વચ્ચે ઘણા સમય પહેલા પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો અને બંનેએ મૈત્રી કરારમાં રહેવાનું નક્કી કરી લીધું હતું. તા. 3 માર્ચ, 2022નાં રોજ દિપક અને ગુંજને મૈત્રી કરાર કરી લીધો હતો. થોડા દિવસો બાદ બંને તા. 13 માર્ચ, 2022નાં રોજ ઘરેથી ભાગી ગયા હતા.
ગુંજન પોતાના ઘરેથી દિપક સાથે ભાગી જતા ગુંજનનાં માતા-પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભે દિપક અને ગુંજન તા. 17 માર્ચ, 2022નાં રોજ ગાંધીગ્રામ પોલીસમાં હાજર થઈ નિવેદન પણ નોંધાવ્યું હતું. અહીં સુધી બધું બરાબર હતું પરંતુ મૈત્રી કરારનો આ બનાવની જાણ મહિલા પોલીસને થતા મહિલા પોલીસે આ બનાવ પરથી હવાલો લઈ બે નંબરી કમાણી કરવાનું સૂજ્યું હતું. અચાનક તા. 1 એપ્રિલ, 2022નાં રોજ દિપક અને ગુંજનને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાંથી સોનલ નામની મહિલાનો ફોન આવે છે અને અરજીના કામથી દિપક અને ગુંજનને મહિલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. દિપક અને ગુંજન એ જ દિવસે સાંજે 5 વાગ્યે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે જ્યાં બંનેને મહિલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં, સીસીટીવી કેમરા નથી તેવી જગ્યા પર લઈ જવામાં આવે અને પછી બંને સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે.
મહિલા પોલીસના કમલેશ, સોનલ અને રેખાની ત્રિપુટી દિપકને અકારણ બેફામ માર મારે છે અને અપશબ્દો બોલે છે એટલું જ નહીં બળજબરીપૂર્વક ગુંજન પાસે પણ તેની ઈચ્છા વિરુદ્ધ નિવેદન લખાવી લે છે અને તેના માતા-પિતાને સોંપી દે છે. મહિલા પોલીસની ત્રિપુટી હવાલાનું કામ પૂરું થતા મોડી રાત્રે દિપકને માર મારી છોડી દે છે. મહિલા પોલીસના વર્તનથી ત્રાસ પામેલો અને ગુંજનના વિખુટા પડવાથી આઘાત પામેલો દિપક મહિલા પોલીસ સ્ટેશનની બહાર દવા ગટગટાવી જાય છે અને ત્યારબાદ તેને તેનો પિતરાઈ ભાઈ હિરેન મકવાણા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરાવે છે જ્યાં રાજકોટ મામલતદારની હાજરીમાં દિપક ગોહેલનું ડી.ડી. લેવામાં આવે છે. મામલતદારને આપેલાં ડી.ડી.માં પણ દિપક ગોહેલે મહિલા પોલીસે માર માર્યા અંગેનું નિવેદન આપી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખા તેમજ એક બાપુ નામના શખ્સે માર માર્યાનું જણાવ્યું હતું.
મામલદારે આ ડી.ડી. લઈ લીધા બાદ પોલીસના કહેવાથી તેને તાત્કાલિક રજા આપી દેવામાં આવે છે. દિપક ગોહેલના પિતરાઈ ભાઈ હિરેન મકવાણાને આ અંગે જાણ થતાં તા. 2 એપ્રિલ, 2022નાં રોજ હિરેન મકવાણા સમગ્ર બનાવની ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનરમાં કરે છે પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યારે દિપકને લઈ હિરેન રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશનર પાસે પહોંચે છે ત્યારે ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ પણ દિપકની આપવીતી સાંભળી સમગ્ર બનાવની હાંસી ઉડાવે છે. હવે રાજકોટ મહિલા પોલીસ અને ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદનાં અમાનવીય વલણથી ન્યાયની અપેક્ષા માટે દિપકે કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે અને ગુંજનને કોર્ટમાં હાજર કરવા સર્ચ વોરંટ કઢાવવા માટે અરજી કરી છે. ગુંજન જ્યારે હાજર થઈ કોઈ ડર વિના સત્ય ઉચ્ચારશે ત્યારે મહિલા પોલીસનાં કમલેશ, સોનલ, રેખાથી લઈ ઈન્ચાર્જ પોલીસ કમીસ ખુરશીદ અહેમદને કાયદાની વિરુદ્ધમાં જઈ હવાલા લેવાનું, માર મારવાનું, અપશબ્દો બોલવાનું અને પીડિતની હાંસી ઉડાવવાનું ભારે પડશે એ નક્કી છે.
મહિલા પોલીસનાં કમલેશ, સોનલ અને રેખાની ત્રિપુટીએ બે લાખનો હવાલો લીધો?
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખાની ત્રિપુટીએ મૈત્રી કરારના એક બનાવમાં યુવતીના માતા-પિતા પાસેથી બે લાખ રૂપિયા લઈ યુવતીને યુવક પાસેથી છોડાવી આપવાનો હવાલો લીધો છે. ગુંજન કણઝારીયા નામની યુવતી સાથે મૈત્રી કરારમાં રહેનારા યુવક દિપક ગોહેલનું કહેવું છે કે તા. 1 એપ્રિલ 2022નાં રોજ રોજ તેને અને તેની પ્રેમિકા ગુંજનને મહિલા પોલીસ સ્ટેશનમાંથી એક અરજીના સંદર્ભે નિવેદન લેવા બોલાવવામાં આવ્યા હતા જ્યાં તે અને ગુંજન પહોંચતા કમલેશ, સોનલ અને રેખા તેને મહિલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં લઈ ગયા હતા અને બેફામ માર મારતા અપશબ્દો બોલ્યા હતા. આ દરમિયાન કમલેશે પોતાની સાથે રહેલી સોનલ અને રેખા કહ્યું હતું કે, જો..જો.. બે લાખ લીધા છે એટલે ગુંજન નામનું ભૂલી જાય એવો કરી મૂકવાનો છે. આમ, દિપકની સામે જ મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખાએ પોતે બે લાખ રૂપિયાનો હવાલો લઈ દિપક અને ગુંજનને અલગ પાડવા તથા ગુંજનને તેના માતા-પિતાને સોંપવાનું કબુલ્યું હતું.
મહિલા પોલીસ મથકનાં કમલેશ, સોનલ અને રેખાએ દિપકને બારી પકડાવી મૂંઢમાર માર્યો અને બેફામ બોલ્યું
ખાખીધારી કમલેશ, સોનલ અને રેખાએ દિપક ગોહેલ નામની વ્યક્તિને મહિલા સ્ટેશનની પાછળના ભાગમાં લઈ જઈ બારી પકડાવી મૂઢમાર માર માર્યો હતો અને બેફામ બોલ્યું હતું. મહિલા પોલીસ સ્ટેશનના કમલેશ, સોનલ અને રેખાએ દિપકનાં ગુપ્તાંગ પર પણ અસહ્ય માર માર્યો હતો અને જાતિગત ટિપ્પણીઓ પણ કરી હતી. મહિલા પોલીસનાં કમલેશ, સોનલ અને રેખાની બર્બરતાનાં નિશાન હજુ સુધી દિપક ગોહેલના ગુપ્તાંગથી લઈ આખા શરીર પર છે. કમલેશ, સોનલ અને રેખાની ક્રૂરતાથી દિપક ગોહેલે અતપ્રત થઈ દવા પી લીધી હતી.
CPની જવાબદારી કાયદાનું પાલન કરાવવાની છે કે ભ્રષ્ટ પોલીસને સાચવવાની?
પોલીસનું કામ અન્યાય કરવાનો અને ન્યાય આપવવાનો છે. પોલીસ પ્રજાની મિત્ર છે, શત્રુ નહીં. બધા પોલીસવાળા ભ્રષ્ટાચારી નથી હોતા અને પ્રામાણિક પોલીસવાળાઓ ક્યારેક ગોત્યા ઝડતા નથી. આવું બધું ઘણીવાર લખાઈ અને બોલાઈ ચૂક્યું છે. કેટલાક ખંધા ખાખીધારીઓને તેમના કાળા કારનામાઓનું કેવું કર્મ ભોગવવું પડ્યું છે એ પણ જગજાહેર છે. રાજકોટ પોલીસ તંત્ર આ બધી બાબતે વગોવાઈ ગયું છે અને ગૃહ મંત્રાલય તરફથી આકરા પગલાંઓ ભરવામાં આવ્યા બાદ પણ કેટલાંક નાના-મોટા પોલીસવાળાઓ હજુ સુધારવાનું નામ લઈ રહ્યા નથી. હાલમાં જ પૈસા લઈ, માર મારી, મૈત્રી કરારમાં રહેનારા દિપક-ગુંજન નામના બે પ્રેમીઓને વિખુટા પાડવાનું પાપ લાગે એવી દાદાગીરી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના કમલેશ, સોનલ અને રેખાએ કરી છે, વળી, ખુદા પણ માફ ન કરે એવું કામ ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે કર્યું છે. બેશક ભવિષ્યમાં આ બધાના હાલ પણ સાખરા, અન્સારીથી લઈ મનોજ અગ્રવાલનાં થયા તેવા થશે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ભ્રષ્ટ પોલીસવાળાઓની બદલીઓ થતા તેમની જગ્યાએ આવેલા ઈમાનદાર પોલીસવાળાઓએ હવાલાઓ લેવાનું બંધ કર્યું તો તેમનું કામ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને સંભાળી લીધું છે. ભૂતકાળની ક્રાઈમ બ્રાન્ચના પગલે વર્તમાન મહિલા પોલીસ સ્ટેશન કામગીરી કરી રહી છે.
હાલમાં જ મહિલા પોલીસ સ્ટેશનના કમલેશ, સોનલ અને રેખા નામની પોલીસ ત્રિપુટીએ બે લાખનો હવાલો લઈ મૈત્રી કરારમાં રહેનારા બે પ્રેમીઓ દિપક-ગુંજનને દાદાગીરીથી છુટા પાડ્યા છે. મહિલા પોલીસ સ્ટેશનનાં કમલેશ, સોનલ અને રેખાએ માત્ર બે લાખની લાંચ જ લીધી નથી પરંતુ કાયદાની વિરુદ્ધમાં જઈ દિપકને બેફામ માર માર્યો અને ઘણું ન બોલવાનું બોલ્યું છે. અધૂરામાં પૂરું ગુંજન પાસેથી પણ બળજબરી કરી નિવેદન લખાવી લીધું હતું. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના કમલેશ, સોનલ અને રેખા સત્તાના દુરુપયોગમાં બાકી ન રહે તો ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ પણ બાકી કેમ રહે? દિપક ગોહેલ પોતાની આપવીતી વર્ણવવા રાજકોટ ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ પાસે પહોંચે છે ત્યારે ખુરશીદ અહેમદ દિપકને ન્યાય અપાવવાની જગ્યાએ તને તો કમ માર્યો છે, વધુ માર મારવો જોઈએ એવું કહી તેની હાંસી ઉડાવે છે અને તેને ત્યાંથી ભગાડી મૂકે છે. એક પીડિતની વ્યથામાં ખુરશીદ અહેમદ મદદરૂપ થવાની જગ્યાએ તેની મશ્કરી કરે છે અને અપશબ્દો કહે છે. આમ, ભૂતપૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલથી ચાર વેંત ચઢે એવી ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની કામગીરી છે.
CRPC 97 હેઠળ ગુંજનનો કબ્જો મેળવવા દિપકે કોર્ટમાં અરજી કરી
દિપક ગોહેલ જે ગુંજન કણઝારીયા નામની યુવતી સાથે મૈત્રી કરાર કરી રહેતો હતો તે યુવતીના માતા-પિતા હંસા અને મનસુખ કણઝારીયાએ મહિલા પોલીસને બે લાખનો હવાલો આપી પોતાની દીકરી ગુંજનને હિરેનથી અલગ પાડી બળજબરીથી પોતાના ઘરમાં ગોંધી રાખી છે. હકિકતમાં ગુંજન દિપક સાથે રહેવા ઈચ્છે છે પરંતુ ગુંજનના માતા-પિતા ગુંજન દિપક સાથે રહે તેવું ઈચ્છતા નથી એટલે ગુંજનની ઈચ્છા વિરુદ્ધ તેને તેમના ઘરમાં ગોંધી રાખી છે. ગુંજનને સાચો પ્રેમ કરનાર દિપક જાણે છે કે ગુંજન શું ઈચ્છે છે એટલે જ દિપકે પોતાની પ્રેમિકાનો કબ્જો મેળવવા સી.આર.પી.સી. 97 હેઠળ રાજકોટ કોર્ટમાં તેનો સર્ચ વોરન્ટ ઈશ્યુ કરાવવા માટે અરજી કરી છે.