મુંબઇ – દિલ્હી અને અન્ય શહેરો સાથે કનેકટીવીટી વધી
કોરોનાનો ભય હવે દૂર થયો હોવાથી વધુ ને વધુ લોકો ફરવા જશે તેવી આશાએ રાજકોટ શહેરને મુંબઇ અને દિલ્હી માટે વધુ ફલાઇટો મળશે તો એક નવી કનેકટીવીટી હૈદ્રાબાદ સાથે મળશે. અત્યારે અહીંના પરથી રોજની નવ ફલાઇટો ઉપડે છે જે 27 માર્ચથી 14 થઇ જશે.
એરપોર્ટ અધિકારીઓ અનુસાર, માર્ચ 27 થી મુંબઇ અને દિલ્હી માટે વધુ બે ફલાઇટો શરૂ થશે. અત્યારે મુંબઇ માટે રોજની 4 ફલાઇટ છે જે હવે વધીને છ થશે જયારે દિલ્હી માટે રોજની 3 ફલાઇટ છે જે વધીને પાંચ થશે. આ એરપોર્ટ પર હાલમાં બેંગલુરૂ અને ગોવાની કનેકટીંગ ફલાઇટ ચાલુ છે.એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરાહે કહ્યું કે દરેક ફલાઇટ વચ્ચે 50 મીનીટનો સમય હાલમાં છે એટલે અમે સહેલાઇથી આ વધારાની ફલાઇટ ઓપરેટ કરી શકીશું. ટર્મીનલની વર્તમાન સીટીંગ કેપેસીટી 200 પેસેન્જરની છે, એક મહિનામાં એકટેન્શનનું કામ પુરૂ થશે એટલે વધુ 90 પેસેન્જરોનો સમાવેશ થઇ શકશે.