ખાસ-ખબર સંવાદદાતા
અત્યાર સુધીમાં 115 ગ્રામ પંચાયતમાં સોલાર લાગી ગયા છે, ત્યારે બાકીની ગ્રામ પંચાયતો માટેનું આયોજન 21 એપ્રિલ સુધી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત દીઠ 3 ઊંટના સોલાર લગાવામાં આવશે જેનો ગ્રામ પંચાયત દીઠ અંદાજિત ખર્ચ 1.20 લાખથી 1.40 લાખ સુધીનો રહશે. આનો આખો અંદાજીત ખર્ચ રહશે 8.88 કરોડ રહશે. જેમાં 20% જેવી સબસિડી પંચાયત વિભાગ, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
ઙખ મોદીના રીનુએબલ એનર્જીને આગળ વધારવાના અભિગમ સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની એવી પહલી જિલ્લા પંચાયત બની છે, જ્યાં 100% ગ્રામ પંચાયત સોલાર રૂફટોપ વાળી હશે અને જેનાથી અંદાજિત વાર્ષિક રૂપિયા 4 કરોડની બચત થશે. જેમાં કેન્દ્ર સરકાર સંચાલિત 15 નાણાં પંચ અને રાજ્ય સરકાર દ્વારા 20% સબસિડી યોજનાનો મોટો ફાળો રહશે.