ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ટીમ 3 જૂન GRIT રાજ્ય સરકારના થિંક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRIT રાજ્ય સરકારના થિંક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરી રહી છે. રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સ કમિટીની ભલામણોને અમલમાં મૂકવા માટેનો એક્શન પ્લાન બનાવવા માટે વિવિધ વિભાગો સાથે સહયોગ કરીને તેના અમલીકરણનું કાર્ય કરી રહી છે. GRITના નવનિયુક્ત CEO એસ. અપર્ણા છે. નાના, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME)નું વિશિષ્ટ મહત્ત્વ છે જેમ કે ઓટો પાર્ટ્સ, ઈગઈ મશીનરી, ફોર્જિંગ અને પંપ ઉદ્યોગ ઇમિટેશન જવેલરી ઉદ્યોગ માટે રાજકોટ વિશ્વવિખ્યાત છે. શહેરમાં શિક્ષણ, આરોગ્યસંભાળ અને IT ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે, તેનાથી વધુ પોટેન્શ્યલ છે, તેને વધુ સારી રીતે કેમ વિકસાવી શકાય તેની ચકાસણી માટે ‘ગ્રીટ’ (GRIT)ની ટીમ 1થી 3 જૂન સુધી રાજકોટ જિલ્લાની મુલાકાતે છે.
- Advertisement -
રાજકોટ જિલ્લાને આઇ.ટી. હબ, એજ્યુકેશન હબ અને ફાઈનાન્સિયલ હબ તરીકે વિકસાવવામાં આવશે. GRIT અંતર્ગત ઉદ્યોગના વિકાસને મજબૂત બનાવવા માટે નાના ઉદ્યોગોમાં મશીન ટૂલ્સ, ઓટો પાર્ટ્સ અને કાસ્ટિંગ ઉદ્યોગોમાં ઓટોમેશન અને ડિજિટાઈઝેશનથી ઉત્પાદન ક્ષમતા વધારવી, સૌર ઊર્જા અને ઇલેક્ટ્રિક વાહન (EV) ઘટક જેવા ઉદ્યોગોનો વિકાસ લાંબા ગાળે અને ટકાઉ વૃદ્ધિ સાથે કરવા તથા GIDC,મેડિકલ ઇક્વિપમેન્ટ, રત્ન અને આભૂષણ ઉદ્યોગ માટે પાર્ક સ્થાપિત કરવા માટે સુયોગ્ય તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.રાજકોટ IPO સબ્સ્ક્રાઈબરમાં દેશના અગ્રગણ્ય શહેરોમાં સામેલ છે. રાજકોટ જિલ્લામાં 32,015 સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન કરીને રિન્યુએબલ એનર્જી મેળવવામાં દેશના અગ્રણી શહેરોમાં સમાવેશ થયો છે.
MSME ક્ષેત્ર અને ઉદ્યોગોના વિકાસ માટે એરોસ્પેસ અને ડિફેન્સ, EV ઘટક, બિન પરંપરાગત ઊર્જા (સોલાર/વિન્ડ), CNG અને મેડિકલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગો પર વધુ ભાર મુકાશે, શાપર-વેરાવળ ઓદ્યોગીક વિસ્તારમાં લોજિસ્ટિક પાર્ક વિકસાવવાની તૈયારી તથા ગોંડલ નજીક ફૂડ પ્રોસેસિંગ પાર્કની સ્થાપનાની યોજના કાર્યરત છે
આ ઉપરાંત અમૂલ પ્લાન્ટ રૂ. 1200 કરોડના ખર્ચે સ્થપાનાર છે. રાજ્કોટ જિલ્લામાં કુલ 14 ૠઈંઉઈ કાર્યરત છે અને નવી 4 GRIT નાગલપર, પિપરડી, ખીરસરા-2 અને છાપરા ખાતે વિકસાવવામાં આવી રહી છે. 10 જેટલા વિશિષ્ટ ઔદ્યોગિક પ્રદેશ (SIR)ની જરૂરિયાત છે. વેરહાઉસ, એવિએશન યુનિવર્સિટી અને એરોસ્પેસ પાર્ક, ટ્રાન્સપોર્ટ હબ માટે શાપર-મેટોડા ઉદ્યોગ વિસ્તાર પાસે ટ્રક ડ્રાઈવરો માટે વિશિષ્ટ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવશે. માલવાહન વધતા પ્રવાહ માટે રેલવે સ્ટેશન નજીક ક્ધટેનર ટર્મિનલ જરૂરીયાત જણાઈ રહી છે.
ટુરિઝમ સર્કિટ અંતર્ગત આજી રિવરફ્રન્ટ, ખંભાલીડા ગુફાઓ, ભાદર ડેમ, OSAM હિલ્સ, પ્રદયુમન પાર્ક, ગાંધી મ્યુઝીયમ, રીઝીયોનલ સાયન્સ સેન્ટર જેવા સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. ઈંઝ પાર્ક અને રત્ન આભૂષણ પાર્કના વિકાસ માટે RUDA વિસ્તારમાં 41,395 ચો.મી. જમીન ફાળવાઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 8 પ્રકારના ખનિજ ઉપલબ્ધ છે. એજ્યુકેશન હબ તરીક વિકસાવવા માટે 32 ટેકનિકલ કોલેજ અને 14 ITI સંસ્થાઓ કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મેડિકલ ટુરિઝમ વિકસાવવા માટે AIIMS રાજકોટ, પી.ડી.યુ મેડિકલ કોલેજ અને પદમકુંવરબા હોસ્પિટલ પણ કાર્યરત છે. ‘ગ્રીટ’ (GRIT)ની ટીમ રાજકોટ જિલ્લાની મુલાકાત દરમિયાન લોધિકા GIDC ઔદ્યોગિક વસાહત, શાપર-વેરાવળ ઔદ્યોગિક વસાહત, જેતપુર ટેક્સટાઇલ ક્લસ્ટર, રાજકોટ મશીન ટૂલ ક્લસ્ટર, રાજકોટ બેરિંગ ક્લસ્ટર, ઓટો પાર્ટ્સ યુનિટની મુલાકાત તથા જ્વેલરી યુનિટની મુલાકાત લેશે.ધી રાજકોટ જિલ્લાની મુલાકાતે



