રાજકોટ યુનીવર્સીટી રોડ પર આવેલ કોવીડ સમરસ હોસ્ટેલ માં આજરોજ એક દર્દીના પરીવારના સભ્ય કપડા તથા પથારી નો સામાન દેવા જતા ગેટ પરના વ્યક્તીએ 1000 રૂપીયા માંગતા પરીવારજનો એ શા માટે પૈસા આપવાના આવુ પુછતા ગેટમેન એ કહેલ કે અંદર પાર્સલ દેવાના પૈસા આપવા પડશે. દરમ્યાન પરીવાર ના લોકો એ વીરોધ કરતા અને પોલીસ બોલાવા નુ કહેતા બાદ માં ગેટમેન એ ફેરવી તોળી પોતે આવા પૈસા નહી માંગ્યા નુ જણાવી બાદ માં માફામાફી શરુ થઇ ગઇ હતી. અને કંઇ ના કરવા આજીજી કરવા લાગ્યો હતો. મુખ્યમંત્રી ના શહેર માં જ આવી લુંટફાટ થઇ રહી હોય ત્યારે બીજા શહેર ની તો શુ વાત જ કરવી. આગામી દિવસો માં આવા તોડબાજો સામે કેવાક પગલા લેવામાં આવશે તે જોવુ રહ્યુ.સરકાર તથા આરોગ્ય તંત્ર આવા લોકો ની તપાસ કરે તો ઘણા ગરીબ લોકો ના તોડપાણી બહાર આવે તેમ છે.
પરીવારજનો દ્વારા આ બાબતે મુખ્યમંત્રી તથા આરોગ્ય વિભાગ ગાંધીનગર સુધી ફરીયાદ કરવાનુ જણાવેલ છે. જેથી કોઇ ગરીબ માણસ મુખ્યમંત્રી ના શહેરમાં લુંટાઇ નહી.સરકારી આરોગ્ય તંત્ર ના તોછડાપણા જગ જાહેર છે.અને નાના ગરીબ માણસો ની મજબુરી છે એમને સરકારી હોસ્પીટલ માં જ જવુ પડે છે.ત્યારે ગરીબ માણસો હેરાન ન થાય તે જોવુ પણ સરકાર ની નૈતીક જવાબદારી છે.