રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાલાવડ રોડ પર આવેલા KKV ચોક બ્રિજ પાસે ઓવરસ્પીડ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધતાં અને નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસે એક્શન મોડમાં આવી છે. હવેથી, KKV ચોક બ્રિજ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્પીડ ગન અને અન્ય આધુનિક ઉપકરણો વડે વાહનોની ગતિ પર નજર રાખવામાં આવશે. નિયત મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવનારા ચાલકો સામે દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી છે.
રાજકોટ ટ્રાફિક પોલીસે ઓવરસ્પીડ વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી

Follow US
Find US on Social Medias