ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ થતા એર ઈન્ડિયાએ ભાડા વધાર્યા
સામાન્ય દિવસોમાં રાજકોટ-દિલ્હી રૂટ પર આ ભાડું રૂ. 5થી 7 હજાર જેટલું રહેતું હોય છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આજે ઈન્ડિગોની તમામ 8 ફ્લાઇટ રદ થતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ફ્લાઇટ રદ થતા એર ઈન્ડિયાની ફ્લાઇટમાં જગ્યાઓ મેળવવા મુસાફરોએ ઓનલાઈન સર્ચ કર્યું તો મોટાભાગની સીટ ભરાઈ ગઈ હોવાનું જણાયું. સાથે જ બાકી રહેલી થોડાક સીટ માટે ઈકોનોમી ક્લાસનું ભાડું રૂ. 25 હજારથી સીધું 40 હજાર સુધી પહોંચી જતા મુસાફરોમાં નારાજગી ફેલાઈ હતી. સામાન્ય દિવસોમાં રાજકોટ-દિલ્હી રૂટ પર આ ભાડું રૂ. 5થી 7 હજાર જેટલું રહેતું હોય છે.
સરકારી હોય કે ખાનગી, તમામ એરલાઈન્સ તક મળે ત્યારે ભાડામાં બેફામ વધારો કરીને મુસાફરોના ખિસ્સા ખાલી કરવામાં પાછળ નથી પડતી. વધતા ભાડાં અંગે ગઈકાલે સંસદમાં મુદ્દો ઉઠાવતા સરકારે ડાયનામિક પ્રાઈસિંગના નિયમનો હવાલો આપીને માંગ-પૂરવઠા આધારિત દર નક્કી થતો હોવાનો જવાબ આપ્યો હતો.



