ગુજરાત પોલીસ વિભાગ આયોજીત DGT કપ
આજે રાજકોટની ટીમ ફાઈનલમાં જગ્યા બનાવવાં બરોડા સામે સેમિ-ફાઈનલ મેચ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે DGT કપ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ DGT કપ T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતનાં વિવિધ જિલ્લાની 17 ટીમોએ ભાગ લીધો છે. ત્યારે રાજકોટની ટીમે પણ વિજય નિશ્ચિત કરવાના ઈરાદા સાથે આ ટુર્નામેન્ટમાં કાબિલેદાદા પ્રદર્શન કર્યું છે. ગઈકાલના રોજ સેમિ-ફાઈનલમાં મેચમાં સ્થાન બનાવવા માટે રાજકોટ કમિશનરેટ ટીમનો મુકાબલો અમદાવાદ કમિશનરેટ ટીમ સાથે થયો હતો. જેમાં રાજકોટ કમિશનરેટ ટીમનો છેલ્લા બોલ પર રોમાંચક વિજય થયો હતો. અમદાવાદ કમિશનરેટની ટીમે 7 વિકેટએ 142 રન કર્યા હતા જ્યારે રાજકોટ કમિશનરેટ ટીમે છેલ્લા બોલે 9 વિકેટે 143 રન કરીને જીત હાંસિલ કરી હતી. આજરોજ ફાઈનલમાં પોતાનું સ્થાન બનવા માટે રાજકોટ કમિશનરેટ ટીમ બરોડ કમિશનરેટ સામે સેમિ-ફાઈનલ મેચ રમશે. આશા રાખીએ કે રાજકોટની ટીમ વર્ષ 2021- 2022ની T-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો DGT કપ પોતાના નામે કરે.