દિયા અમલાણીના નેતૃત્વમાં રાજકોટની ટીમ ખેડા અને સુરત સામે ટકરાશે
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા વડનગર, મહેસાણા ખાતે આગામી 05-08-2025 થી 09-08-2025 દરમિયાન સિનીયર બહેનોની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટની ફૂટબોલ ટીમની જાહેરાત કરવામાં આવી છે. દિયા અમલાણીને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.
મેચનો કાર્યક્રમ:
પ્રથમ મેચ: 06-08-2025, સવારે 10:00 કલાકે ખેડા સામે.
બીજો મેચ: 07-08-2025, સવારે 10:00 કલાકે સુરત સામે.
સેમીફાઈનલ: 08-08-2025, સવારે 10:00 કલાકે (જો ટીમ ક્વોલિફાય થાય તો).
ફાઈનલ: 09-08-2025, (જો ટીમ ક્વોલિફાય થાય તો).
આ ટુર્નામેન્ટના પ્રદર્શનના આધારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ ટીમની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ આ ટીમ ભાવનગર ખાતે 01-09-2025 થી 15-09-2025 દરમિયાન રમાનાર નેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારો સર્વેશ્રી ગુણુભાઈ ડેલાવાળા, ડી. વી. મહેતા, વિક્રમભાઈ તન્ના, બી. કે. જાડેજા, રોહિત બુંદેલા, મનીન્દર કેસપ, રોહિત પંડિત, ઉપેન્દ્રસિંહ ઝાલા, દિપક યશવંતે, અમૃતલાલ બહુરાશી, મનદીપસિંહ બારડ, ભરત શિયાળીયા, ઉસ્માનભાઈ બેલીમ અને અમીત શિયાળીયા વગેરેએ ટીમને શુભેચ્છા પાઠવી છે.
- Advertisement -
રાજકોટની ફૂટબોલ ટીમ
દિયા અમલાણી (કેપ્ટન)
કોમલ તડવી
ક્રિશા કોટક
શાંતિ ઓડેદરા
સોમ્યા ગોહિલ
કોમલ સોલંકી
એન્ડ્રીયા મિરીન્ડા
પૂજા દાયમા
મીત્તલ સેવરા
રેન્સી કોટડીયા
પરીતા સિધ્ધપુરા
તુલસી રાય
ન્યાસા કનોજીયા
રાધિકા ત્રિવેદી
મૈત્રી સોરઠીયા
ત્રિશા બોદર
મેરલીન ડાયસ
વિધી ચાંગાણી
રીવા ચગલાણી
બંસી ચોચા
ટીમના સપોર્ટ સ્ટાફ:
કોચ: આશિષ ગુરૂંગ
મેનેજર: રીનાબેન કોટક