ઓરિસ્સાથી લાવેલો 2 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં માદક પદાર્થોનું વેચાણ કરતાં પેડલરો, સપ્લાય કરવા આવતા ખેપિયાઓ ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીની ટીમે બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસે દરોડો પાડી ઓરિસ્સાથી બે કિલો ગાંજો લઈને આવતા શખ્સને દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સુચના અન્વયે એસઓજી પીઆઈ એસ એમ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન સ્ટાફના હાર્દીકસિંહ પરમાર મળેલી બાતમી આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા ગામ પાસે આવેલ હોટેલ પાસે વોચ ગોઠવી બાતમી વાળો શખસ થેલો લઈ પસાર થતા તેને અટકાવી ઝડતી લેતા થેલામાંથી 2 કિલો 421 ગ્રામ ગાંજો મળી આવતા તેનું નામઠામ પૂછતાં પોતે માર્કેટીંગ યાર્ડ પાસે સાગરનગર શેરી નં 1નો દિપક ઉર્ફે શિવમ રણજીતભાઈ અગ્રાવત ઉ.20 હોવાનું જણાવતા તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ગાંજો, મોબાઈલ, રોકડ સહીત 29,510 નો મુદામાલ કબજે કરી પૂછતાછ કરતા અગાઉ પણ ત્રણ ઓરિસ્સાથી ખેપ મારી ચુક્યો હોવાની કબુલાત આપતા પોલીસે ગાંજો મંગાવનાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.