છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ 1870માં કરી હતી
આજે સોમવારે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર છે. આ તહેવાર 19 ફેબ્રુઆરીએ (જુલિયન તારીખ અનુસાર) ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ છત્રપતિ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે, કેટલાક લોકો મહારાષ્ટ્રમાં હિન્દુ પંચાગ દ્વારા આ દિવસની ઉજવણી કરે છે.
- Advertisement -
ત્યારે આજરોજ છત્રપતિ શિવાજી મહારાજની 394મી જન્મ જયંતી નિમિત્તે શિવસેના રાજકોટ એકમ દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પહાર ચડાવી જન્મ જયંતીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે હોદેદારો અને શિવ સૈનિકો હાજર રહ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ 1870માં કરી હતી.