ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટ શહેર પણ દિવસે ને દિવસે ચારેય દિશામાં આગળ પથરાઈ રહ્યું છે ત્યારે એક બાદ એક માળખાકીય સુવિધામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. રાજકોટના ઢેબર રોડ પર બસપોર્ટ બન્યા બાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ બસ સ્ટેન્ડ બનાવવા સરકારે જાહેરાત કર્યા બાદ રાજકોટના ભાવનગર રોડ પર સેટેલાઇટ બસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી તૈયાર થઇ ગયું છે. જોકે, રાજકીય નેતાના સમયની વાટે લોકાર્પણ થઇ રહ્યું ન હતું જ્યારે આગામી 2 સપ્ટેમ્બરના રોજ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ બસ સ્ટેશન 1,326 ચોરસ મીટર જગ્યામાં 13 પ્લેટફોર્મ સાથે 4.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.