નવનિર્મિત બસ સ્ટેશનના લોકાર્પણ માટે નેતાજીની જોવાતી વાટ: 4.50 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેશનમાં વિદેશી દારૂની બોટલ જોવા મળી
બસ સ્ટેન્ડમાં બ્લોક ઉખડી ગયા, ઘાસ ઉગી નીકળ્યું, બસ સ્ટેશનમાં કેટલીક જગ્યાઓ પર તિરાડ જોવા મળી, દારૂની બોટલો પણ દેખાઇ!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
4.50 કરોડના કરોડના ખર્ચે રાજકોટના અમૂલ સર્કલ પાસે નવું સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર કરાયું છે છેલ્લા છ માસથી ઉદ્ધાટન માટે લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ કોઈ કારણોસર તે થઈ શકતું નથી. આમ બંધ પડેલા નવનિર્મિત બસ સ્ટેશનમાં હવે બૂટલેગરોએ અડ્ડો જમાવ્યો છે. બસ સ્ટેશનના પાછળના ભાગે વિદેશી દારૂની બોટલો જોવા મળી રહી છે. ત્યારે અંદાજ લગાવી શકાય કે, બૂટલેગરોને નવું ઠેકાણું મળી ગયું છે. બસ સ્ટેશનમાં પાથરવામાં આવેલા બ્લોક પણ ઉખડી ગયા છે. તેમાં ઘાસ પણ ઉગી નીકળ્યું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, મુખ્ય બસપોર્ટ પરનું ભારણ ઘટાડવા માટે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ પાસે 1326 ચોરસ મીટર જગ્યામાં સેટેલાઈટ બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે. જ્યાંથી જસદણ, આટકોટ, અમરેલી, ભાવનગર જતી બસ મળશે અને ત્યાંથી આવતી બસ અન્ય કોઈ જગ્યાએ જતી હશે તો તેની ફ્રિકવન્સી પણ મળશે. છેલ્લા 6 મહિનાથી તૈયાર આ બસ સ્ટેશન તૈયાર થઇ ગયું છે, પરંતુ લોકાર્પણ માટેનું મુહૂર્ત ન આવતા બસસ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું છે.