ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજ્યભરમાં લોકસભાની ચૂંટણીની આજે ઉત્તેજનાભરી મત ગણતરી થઇ છે ત્યારે રાજકોટના મત ગણતરી કેન્દ્ર પર સવારે 7 વાગ્યાથી ઉમેદવારો, નેતાઓ, હોદેદારો પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા, નેતાઓ, આગેવાનો સાથે કણકોટના મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેઓ મત ગણતરી કેન્દ્ર પર વહેલી સવારથી હાજર થતા પૂર્વે મંદિરે દર્શન માટે ગયા હતા. તેમની સાથે ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હાજર રહ્યા હતા.
આ સાથે બંદોબસ્તમાં રહેલા ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ, ડોગ સ્કવોડ જોવા મળે છે. મીડીયા રૂમમાં પણ તેઓએ મુલાકાત લીધી હતી. જે મત ગણતરી પ્રક્રિયા સહિતના દ્રશ્યો જોવા મળે છે.