ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ પાસે અરજીઓ કરવાની રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની જી.જે. 03 પી.જે. સિરીઝની ઈ-ઓક્શનની પ્રક્રિયા બીજી જુલાઈથી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયું છે કે, આ સિરીઝ તેમજ અગાઉની સિરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકોએ તેમના વાહનોનું ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ/રફક્ષભુ પર ઓનઆઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. આ માટે બીજી જુલાઈએ સાંજે ચાર કલાકથી 14 જુલાઈ સાંજે ચાર કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા.14મી જુલાઈએ સાંજે 4.01 કલાકથી 16 જુલાઈના સાંજે ચાર કલાક સુધીમાં ઓનલાઈન ઓક્શન બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તા.16 જુલાઈના રોજ સાંજે 4.15 કલાકે ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે. વાહન વેચાણ તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલું હોવું ફરજિયાત છે. સમયમર્યાદા બહારની અરજી ધ્યાને લેવાશે નહીં તેમ યાદીમાં જણાવાયું છે.



