ફિટનેસ, ઓવરસ્પીડ, વીમા, ઓવરલોડ, પીયુસી, રેડિયમ પટ્ટી સહિતના નિયમભંગના કેસ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ આરટીઓ કેતન ખપેડે વાહનના નિયમોને ઘોળીને પી જનારા સામે લાલઆંખ કરી છે. આરટીઓએ સપ્ટેમ્બર મહિના દરમિયાન ઓવરલોડ વાહનો, પરમિટ વિનાના વાહનો સહિત જુદા જુદા નિયમભંગના કુલ 1216 કેસમાં 53.76 લાખનો દંડ વસૂલ્યો છે. રાજકોટ આરટીઓ દ્વારા શહેર અને શહેરની ભાગોળે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેના પગલે છેલ્લા એક માસમાં બાકી રહેતી ટેક્સની રકમના 13 કેસ કરી 5.35 લાખ, ઓવરલોડ વાહનોના 159 કેસ કરી 22.08 લાખ લાખનો દંડ વસૂલાયો છે. જ્યારે અન્ય કેસમાં ઓવર ડાઈમેન્શન કેસ 95 કરી 4.88 લાખ, રિફ્લેક્ટર/ રેડિયમ પટ્ટીના 284 કેસમાં 2.84 લાખ, થર્ડ પાર્ટી વીમા વગરના 86 કેસમાં 1.72 લાખ, બેફામ ઝડપે વાહન ચલાવવાના 127 કેસમાં 2.54 લાખ, ભયજનક રીતે વાહન ચલાવવાના 63 કેસમાં 94500, પી.યુ.સી. ચેકિંગના 91 કેસમાં 45500, ફીટનેસ વગર વાહન ચલાવવાના 63 કેસમાં 3.15 લાખ, હેલ્મેટના, સીટ બેલ્ટ અને મોબાઈલ પર વાત કરવાના 47 કેસમાં 24 હજાર સહિત કુલ 1216 કેસ છેલ્લા એક માસમાં કરવામાં આવ્યા હતા જેમાં કુલ 53,76,511ની વસૂલાત કરી છે.