ઓવરસ્પીડ, ઓવરલોડ, જોખમી ડ્રાઈવિંગ, ડ્રાઈવિંગ લાઇસન્સ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની આરટીઓ કચેરી દ્વારા મે મહિનામા ગુનાહિત વાહનચાલકો સામે અલગ અલગ પ્રકારના કેસ કરવામા આવ્યા છે. મે મહિનામાં કુલ 1056 કેસ કરવામાં આવ્યા છે.
જેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 46,87,307 જેટલો દંડ કરવામાં આવ્યો છે. જેમાં ઓવરસ્પીડ, ઓવરલોડ, જોખમી ડ્રાઇવિંગ, ડ્રાઇવિંગ લાઇસન્સ વિનાના વાહનચાલકો પકડાયા છે. આ પ્રકારની ચેકિંગ ડ્રાઇવ છઝઘ કચેરી દ્વારા દર મહિને કરવામા આવે છે.
- Advertisement -
રાજકોટ છઝઘ કચેરી દ્વારા ઓવરલોડ વાહનના 150 કેસમાં રૂ. 18,38,000, ઓવર ડાઇમેન્સનના 59 કેસમાં રૂ. 3,52,000, કલેન્ડેસ્ટાઇન ઓપરેશનના 12 કેસમાં રૂ.1,20,000 જ્યારે ટેક્સ વગર ચાલતા 45 વાહનચાલકોને રૂ. 11,08,807નો દંડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વ્હાઇટ લાઇટ LED ચેકિંગમા 199 કેસમાં રૂ. 1,99,000, રેડિયમ રેફલેક્ટર વગેરે જેવા રોડ સેફ્ટીના 89 ગુનામાં રૂ. 89,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફિટનેસ વગર વાહન ચલાવતા 89 સામે કેસ કરી રૂ. 4,45,000નો દંડ, સીટબેલ્ટ, પી યુ સી, વીમા વગર વાહન ચલાવતા 246 સામે કેસ કરી રૂ. 2,45,000નો દંડ આ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સર વિના વાહન ચલાવનાર 122 સામે કેસ કરી રૂ. 2,44,000 દંડ ફટકાર્યો છે. આરટીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.



