રૂડા બિલડીંગ પાસે મેડિકલ હોસ્ટેલમાં બનેલો બનાવ : પ્રનગર દ્વારા તપાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને રૂડા બિલ્ડીંગ પાસે મેડીકલ પીજી હોસ્ટેલમાં રહેતા મહિલા તબીબના રૂમમાંથી 1.55 લાખના સોનાના દાગીનાની ચોરી થતા પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુળ સુરેન્દ્રનગરના અને હાલ રૂડા બિલ્ડીંગ પાસે મેડિકલ હોસ્ટેલમાં રહી રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા શાહનુબેન કરીમભાઈ ગોવાણીએ પ્રનગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે સવારે તેને હોસ્પિટલમાં નોકરી હોય અને પીજી હોસ્ટેલ રૂમમાં સાફ સફાઈ કરવાની હોય જેથી રૂમનો દરવાજો ખુલ્લો રાખી સફાઈ માટે જાણ કરી પોતે સવારે 9 વાગ્યે નોકરીએ જતા રહ્યા હતા દરમિયાન બપોરે નોકરી પુરી કરી 1 વાગ્યે પરત આવતા રૂમનો દરવાજો ખુલ્લો હોય અને તેના કબાટના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતા તેમજ રૂમમાં સામાન પણ વેરવિખેર હતો ચોરી થયાની શંકાએ તપાસ કરતા કબાટ ખાનામાંથી તેની 75 હજારની સોનાની બુટી, 25 હજારનો સોનાનો નેકલેસ, 35 હજારનું સોનાનું બ્રેસલેટ, 20 હજારની સોનાની રીંગ સહિત આશરે 1.55 લાખના દાગીના ગાયબ હોય અંતે ચોરી અંગે ફરીયાદ નોંધાવતા પી.એસ.આઈ. ગમારા સહિતના સ્ટાફે ગુનો નોંધી સીસીટીવી આધારે સફાઈ કામદાર મહિલા સહિતની પુછપરછ હાથ ધરી છે.



