અમદાવાદ ખાતે યોજાશે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ-2024
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ ખાતે તા.27/01/2024 થી 31/01/2024 દરમ્યાન યોજાનાર ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ-2024માં રાજકોટ મહાનગરપાલિકાની મેયરની ઈલેવન અને કમિશનરની ઈલેવન ભાગ લેશે. આ ટુર્નામેન્ટ નોકઆઉટ પદ્ધતિએ રમાશે.
મેયરની ટીમના કોઓર્ડીનેટર અને મેનેજર તરીકે શહેર રાજકોટ ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને કોચ તરીકે કશ્યપભાઈ શુક્લ રહેશે. જ્યારે કપ્તાન/વિકેટ કિપર તરીકે પુષ્કરભાઈ પટેલ, વાઈસ કેપ્ટન તરીકે અશ્વિનભાઈ પાંભર, તથા અન્ય ખેલાડીઓમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, તેમજ કેતનભાઈ પટેલ, પરેશભાઈ આર. પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, દિલીપભાઈ લુણાગરિયા, ડો. હાર્દિકભાઈ ગોહિલ, બાબુભાઈ ઉઘરેજા, ડો. નેહલભાઈ શુક્લ, જીતુભાઈ કાટોળીયા, પરેશભાઈ ડી. પીપળીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મકબુલભાઈ દાઉદાણી, બીપીનભાઈ બેરાનો સમાવેશ થાય છે.
જ્યારે કમિશનરની ટીમમાં કેપ્ટન તરીકે જીગ્નેશભાઇ જોશી, તથા અન્ય ખેલાડીઓમાં નિકુંજ પંડ્યા, પ્રશાંત વ્યાસ, નિરવ હિરાણી, પૂર્વેશ રાજપરા, રાજેશ ભાલોડીયા, જય ચૌહાણ, પ્રકાશ બગડા, હિરેન માખેચા, પંકજ પીપળીયા, રાજ ગોહેલ, શૈલેષભાઈ મેર, પરેશભાઈ ચુડાસમા, અમિત દેવાચાર્ય અને જીતુ મકવાણાનો સમાવેશ થાય છે. તેમજ ટીમ મેનેજર તરીકે સ્પોર્ટ્સ ઓફિસર રાજદીપસિંહ જાડેજા રહેશે.
ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ-2024માં તા.27/01/2024 ના રોજ બપોરે ઓપનીંગ સેરેમની અને તા.31/01/2024 ના રોજ કલોઝિંગ સેરેમની યોજાશે. રાજકોટ મહાનગરપાલિકાની મેયરની ટીમ તેનો પ્રથમ મેચ ભાવનગર મેયરની ટીમ સાથે તા.28/01/2024 ના રોજ સાંજે 5:30 કલાકે યોજાશે. જ્યારે આ જ દિવસે સવારે કમિશનરની ટીમ તેનો પ્રથમ મેચ ભાવનગર કમિશનરની ટીમ સાથે રમશે.