પાણીના કુલરો પાસે પાનની પિચકારી, પાર્કિંગમાં પણ ગંદકી જોવા મળી: સામાન્ય નાગરિકોને દંડ ફટકારતી મહાપાલિકા હવે કોને દંડ ફટકારશે?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
2024-25ના સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રાજકોટને ગુજરાતમાં ત્રીજો અને દેશના 4589થી વધુ શહેરોમાં 19મો ક્રમ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત શહેરને થ્રી-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી તેમજ વોટર પ્લસ સિટી સર્ટિફિકેટ પણ મળ્યું પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં તો રાજકોટ મનપાનો નંબર આવ્યો પરંતુ મહાનગરપાલિકા કચેરી ખાતે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા. પાણી પીવાના કુલર પાસે ભારે ગંદકી જોવા મળી પાનની પીચકારી જોવા મળી સાથે પાણી પણ ભરાયું હતું. ત્યારે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે સામાન્ય જનતાને સ્વચ્છતા ન રાખવા બદલ મહાપાલિકા દંડ ફટકારે છે ત્યારે તે હવે કોને દંડ ફટકારશે તે જોવું રહ્યું. જ્યાં વિજિલન્સનો સ્ટાફ બેસે છે ત્યાં પણ ચાની પ્યાલી અને પાણી જોવા મળ્યું. ત્યારે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર ભાર મુકતી મનપા પોતાની કચેરીમાં જ સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહી છે.
ગંદકીના લીધે મનપા કચેરીમાં મચ્છરોનો ત્રાસ વધે તો નવાઈ નહીં..!
ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર ભાર મુકતી મનપા પોતાની કચેરીમાં જ સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ