બહોળી સંખ્યામાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રોની હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચીફ ગેસ્ટ પંકજભાઈ સંચાનીયા દ્વારા બિઝનેશ સેમિનાર HOW BECOMING AN UNSTOPPABLE REAL ESTATE CONSULTANT સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બહોળી સંખ્યામાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો રાજકોટ, જૂનાગઢ તથા જામનગરથી ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
પંકજભાઈ સંચાનીયાએ કાર્યક્રમને આગળ વધારતા જણાવેલું કે પોતે 25થી પણ વધુ વર્ષોનો હાર્ડકોર સેલ્સનો બહોળો અનુભવ ધરાવે છે તેમજ 200થી પણ વધારે મલ્ટીનેશનલ કંપનીમાં એમ્પ્લોય ટ્રેનીંગ આપેલી છે તેમજ સેલ્સ ડોકટર તરીકે પ્રખ્યાત છે. પોતાનો બહોળો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું કે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ ને પોતાનો બિઝનેશ ગ્રોથ કરવા માટે પાયામાં આત્મવિશ્ર્વાસ તથા ઉત્સાહ હોવો જરૂરી છે. આત્મવિશ્ર્વાસ કેવી રીતે પોતાનામાં બિલ્ડ કરવો?
તેના જવાબમાં જણાવેલુ કે એવું તે કયુ કાર્ય છે જે આજે મારા માટે અશક્ય છે, તે કાર્યની શરૂઆત કરો અને સફળતાપૂર્વક પૂર્ણ કરો જેથી આત્મવિશ્ર્વાસ બિલ્ડ થાય છે. ત્યાર બાદ રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટમાં ગ્રુમિંગ, ટાઈમ પરફેક્શન, રિયલ કમિટમેન્ટ, પ્રોપર્ટી નોલેજ તથા પાવર ઓફ વર્ડસ અને સેલ્ફ પર્સનાલિટી તથા પોતાનું સેલ્ફ ટાઈમ શેડ્યુલ આવા ઘણા બધા પોઈન્ટ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. છઙઈઅ સેક્રેટરી કેતન મહેતાએ જણાવેલ કે અત્યાર સુધીની સફરમાં આજનો સેમિનાર ખૂબ જ નોલેજેબલ રહ્યો અને તેને આપ સર્વે મેમ્બર્સે રોજિંદા જીવનમાં રન કરો એ જ મહત્ત્વનું છે. સમગ્ર છઙઈઅ કમિટી ચેમ્બર્સે પંકજભાઈ સંચાનીયાને અપ્રોશિયેશન એવોર્ડ આપી અભિવાદન કર્યું હતું.