નજીકના પોલીસ મથકના ડીજે લોકઅપમાં શરાબીઓને પધારવા આપ્યું આમંત્રણ
ખાસ-ખબર સંવાદદાતા
31 ડિસેમ્બરને હવે જૂજ દિવસો જ આડા છે ત્યારે શરાબના શોખીનો 31 ડિસેમ્બરની શાનદાર ઉજવણી કરવા થનગની રહ્યા છે તો બીજી તરફ પોલીસ પણ એટલી જ સજ્જ બની ગઈ છે રાજકોટ શહેરમાં શરાબના શોખીનોને શાનમાં સમજી જવા માટે પોલીસે એક પોસ્ટર જાહેર કર્યું છે જો શરાબ પીશો તો નજીકના પોલીસ મથકના લોકઅપમાં મહેમાનગતિ માણવી પડશે તેવું પોસ્ટરમાં
દર્શાવાયું છે.
રાજકોટ શહેર પોલીસના હેડિંગ હેઠળ વાયરલ થયેલા પોસ્ટરમાં વિંશત ક્ષયૂ ુયફતિ યદય અમારા મહેમાન બનવાની કોશિષ પણ ના કરતાં તેવી સૂચના દર્શાવાઈ છે વધુમાં નીચે જણાવ્યું છે કે જો અમારા મહેમાન બનશો તો તમને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે ફ્રી એન્ટ્રીમાં રફ ડ્રાઇવિંગ, દારૂ પી નશો કરી ડ્રાયવીંગ કરતાં હસો કે જાહેરમાં વાયોલેન્સ ફેલાવતા હશો તો તમને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે તેવું પણ જણાવાયું છે શરબીઓને વધુ સાવચેત કરતાં જણાવ્યું છે કે સ્પેશ્યલ પરફોર્મન્સ આપનારને નજીકના પોલીસ સ્ટેશનમાં ડીજે લોકઅપની ખાસ સુવિધા આપવામાં આવશે તેવું પણ જણાવાયું છે ત્યારે રાજકોટમાં 31 ડિસેમ્બરના છાકટા થઈને ફરતા દારૂડિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે અને કાયદેમે રહોગે તો ફાયદેમે રહોગે તેવી સૂચના પણ આપી છે.
રાજકોટ પોલીસે દારૂડિયાઓને સાનમાં સમજી જવા પોસ્ટર કર્યું જાહેર
