ભાગીદારને હાર્ટ એટેક આવતાં બિઝનેસની સંપૂર્ણ જવાબદારી શૈલેષ ઠાકર પર આવી પડતા રાજીનામું ધરી દીધું
બેંક ઉપરાંત બિઝનેસના કામકાજને ન્યાય આપી શકે તે માટે ચેરમેન પદ પરથી દૂર થયા, ડિરેક્ટર તરીકે સેવા આપતા રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શૈલેષ ઠાકરે અચાનક રાજીનામું આપી દીધું છે. શૈલેષ ઠાકર છેલ્લા ત્રણ વર્ષથી નાગરિક બેંકના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓએ અંગત કારણોસર રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે. અને તેમનું રાજીનામું બોર્ડ દ્વારા સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. રાજકોટ નાગરિક બેંક 22 જેટલા ડાયરેક્ટરો ધરાવે છે. જેમાં અનેક દિગ્ગજ નેતાઓ તેમજ આર.એસ.એસના પણ ટોચના નેતાઓ આ બેંકમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી બેંકના ચેરમેન તરીકે શૈલેષભાઈ ઠાકર સેવા આપી રહ્યા હતા. પરંતુ તેઓએ અચાનક જ રાજીનામું આપી દીધું છે.
શૈલેષ ઠાકરના રાજીનામા પાછળનું કારણ બેંકના અંગત સૂત્રોએ એવું જણાવ્યું હતું કે, શૈલેશ ઠાકર ભાગીદારીમાં વોચકેશનો બિઝનેસ કરે છે, હાલમાં જ તેમના ભાગીદારનું અકાળે અવસાન થયું છે જેના કારણે બિઝનેસની તમામ જવાબદારી શૈલેષ ઠાકર પર આવી પડી છે. તેઓ બેંક અને પોતાના બિઝનેસને ન્યાય ન આપી શકે તે માટે તેમણે ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે, જોકે તેઓ બેંકના ડિરેક્ટર તરીકે સેવા આપતા રહેશે એવું જાણવા મળ્યું છે.