સ્ટેન્ડિગમાં મંજૂર થયેલા બેજટ પર ચર્ચા કરાશે : શાસક-વિપક્ષ વચ્ચે ઘર્ષણ બાદ બહાલી આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 11 ફેબ્રુઆરીનાં રોજ વધારાનાં કરબોજ વિહોણું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આ બજેટ અંગે ચૂંટાયેલા નગરસેવકો ચર્ચા કરી બહાલી આપી શકે તે માટે જનરલ બોર્ડની બેઠક આગામી 19 ફેબ્રુઆરીને બુધવારનાં રોજ બોલાવવામાં આવી છે. મેયરનાં ટેલિફોનિક આદેશ દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે આ બજેટ અંગે ચર્ચાઓ કરવામાં આવશે. જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે બજેટ અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. જોકે, વિપક્ષનાં ઓછા સંખ્યાબળનાં કારણે અંતમાં બજેટને બહાલી આપવામાં આવશે.
રાજકોટ મનપાનાં કમિશનર દ્વારા ગત 31 જાન્યુઆરીએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 150 કરોડનો વધારાનો કરબોજ સૂચવવામાં આવ્યો હતો. જોકે, 11 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ દ્વારા સુધારા-વધારા સાથેનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં વધારાનો કરબોજ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ બજેટને બહાલી આપવા જનરલ બોર્ડની બેઠક આગામી 19 ફેબ્રુઆરીને બુધવારનાં રોજ બોલાવવામાં આવી છે.
મેયરનાં ટેલિફોનિક આદેશ દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષનાં કોર્પોરેટરો વચ્ચે આ બજેટ અંગે ચર્ચાઓ કરવામાં આવશે.
જોકે સ્ટેન્ડિંગ દ્વારા વધારાનો કરબોજ હટાવી લેવામાં આવ્યો છે. તેમજ કોઈ રાજકીય ભેદભાવ રાખ્યા વિના વિપક્ષી નેતાની ગ્રાન્ટ પણ વધારી આપી છે. એટલું જ નહીં વિપક્ષનાં વોર્ડમાં પણ વિકાસ કામોના પ્રોજેક્ટ્સ બજેટમાં મુકવામાં આવ્યા છે. છતાં ગત બજેટમાં બાકી રહેલા કામો તેમજ નવા બજેટમાં ત્રણ વર્ષ બાદ આજી રિવરફ્રન્ટ યોજના પડતી મુકવી અને વિપક્ષે સૂચવેલા જે કામોનો સમાવેશ કરવામાં ન આવ્યો હોય તેવા કામોને લઈ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવશે. જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવા મળે તેવી શક્યતા છે. પરંતુ વિપક્ષનાં માત્ર 4 નગરસેવકો હોય સ્ટેન્ડિંગમાં મંજૂર થયેલા બજેટને જનરલ બોર્ડમાં પણ બહાલી આપવામાં આવશે.
જનરલ બોર્ડનાં એજન્ડામાં મુકાયેલી દરખાસ્તો
રાજકોટ મનપાનાં વર્ષ 2021થી 24નાં આવક-ખર્ચ અંગેના હિસાબો તથા ડિજિટલાઈઝ્ડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ, દસ્તાવેજો, અને વાઉચર્સ, રોકાણો અને લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ મહાપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25નું રિવાઈઝ્ડ અંદાજપત્ર અને નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજુર કરવા અંગે નિર્ણય લેવા બાબત.
2025-26 માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
2025-26 માટે પાણી દર નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
2025-26 માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
વર્ષ 2025-26 માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
વર્ષ 2025-26 માટે વાહન કર નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
વર્ષ 2025-26 માટે થિએટર ટેક્ષ નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
વર્ષ 2025-26 માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા અંગે નિર્ણય લેવા બાબત.
2025-26 માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અંગે નિર્ણય લેવા બાબત.
આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ફાયર ટેક્સ(કર) નિયત કરવા અંગે નિર્ણય લેવા બાબત.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ 2025-26નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા બાબત.