68 રેકડી-કેબીન હટાવાઈ: વહિવટી ચાર્જ રૂપે 3.07 લાખ તથા મંડપ-છાજલીનું 1.14 લાખ ભાડું વસુલાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ 1થી 15 નવેમ્બર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં વિશાળ દબાણ હટાવ અભિયાન હાથ ધર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો અને ચોક – જામનગર રોડ, નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, જલારામ ચોક, રેસકોર્ષ રોડ, યુનિ.રોડ, 150 ફુટ રોડ વગેરેમાંથી 2430 બોર્ડ/બેનરો જપ્ત કરાયા છે. જાહેર માર્ગો પર નડતરરૂપ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, બોર્ડ-બેનરો તેમજ શાકભાજી-ફળ જપ્ત કરવા સાથે સાથે મંડપ-કમાન અને વહિવટી ચાર્જ સહિતની રકમ વહીવટીતંત્ર દ્વારા વસુલ કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારો – જ્યુબેલી, મવડી, રૈયા રોડ, રામનાથ પરા, આનંદબંગલા ચોક, રવિવારી આજીડેમ, મોરબી રોડ સેટેલાઈટ ચોક સહિત કુલ 68 રેકડી/કેબીન જપ્ત કરાઈ હતી. પરચુરણ રૂપે રસ્તા પર મૂકાયેલા 760 પ્રકારના અન્ય માલ-સામાન ની જપ્તી કરવામાં આવી હતી. જ્યારે મંડપ-કમાન અને છાજલીના ભાડા તરીકે રૂ. 1.14 લાખ અને રસ્તા પર દબાણરૂપ રાખવામાં આવેલા વિવિધ વેપારીઓ પાસેથી રૂ. 3.07 લાખ વહીવટી ચાર્જ ની વસુલાત કરવામાં આવી છે.



