ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજકોટ શહેરમાં ચુનારાવાડ ચોક પાસે આવેલ (1) એ.આર.વુડન, (2) ઇન્ડિયા સ્ક્રેપ અને (3) ઈમરાનભાઈ મોટવાણી એકમ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ.
આ ઉપરાંત આ યુનિટના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવેલ.
- Advertisement -
તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા તા.30/04/2024ના રોજ સ્થળ તપાસ કરતાં યુનિટની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી તા.30/04/2024 ના રોજ (1) એ.આર.વુડન, (2) ઇન્ડિયા સ્ક્રેપ અને (3) ઈમરાનભાઈ મોટવાણી એકમના સંચાલકોને નોટીસ આપીને ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.