ભાગ લેનાર નાગરિકોએ શ્રમદાન આપી રેસકોર્સની આસપાસ આવેલ હોકર્સ ઝોનની સફાઈની કામગીરીમાં સહભાગી થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.17/09/2024 થી તા.02/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા-2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.23-09-2024ના રોજ સાંજે 07:00 કલાકે રેસકોર્ષ આર્ટ ગેલેરી પાસે પ્લોગીંગ રન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેનશ્રી નીલેશભાઈ જલુ, ઇ.ચા. સહાયક કમિશનરશ્રી દીપેન ડોડીયા, રાજદીપસિંહ જાડેજા અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા. આ અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા પ્લોગીંગ રન ફ્લેગ ઑફ આપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરીજનો દ્વારા રેસકોર્ષની આસપાસ આવેલ હોકર્સ ઝોનની સફાઈ કામગીરીમાં સહભાગી થયા હતા.