અત્યાર સુધીમાં માત્ર ફાયર સેફ્ટીના નામે આગ બુઝાવવાના સિલિન્ડર જ લગાવેલા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજયમાં ફાયર સેફ્ટી અંગે તપાસ શરૂ કરાઈ હતી.ત્યારબાદ રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બનતાં ફરીવાર ફાયર સેફ્ટી અંગે સવાલો ઉભા થયા હતાં.આ ઘટના બની ત્યાં સુધી મહાનગર પાલિકા કચેરી પાસે જ ફાયર એનઓસી નહોતુ.પરંતુ હવે નવા નિયમો પ્રમાણે મનપાને પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું છે.જેથી મનપા કચેરીમાં ફાયર સેફ્ટિના સાધનોનું ઈન્સ્ટોલેશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટિ અને એનઓસી મુદ્દે તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ રાજકોટ મહાનગર પાલિકા કચેરી પાસે જ ફાયર એનઓસી નહીં હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાઓ બાદ તંત્રને જાણે બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ હવે મનપાની કચેરીમાં ફાયર સેફ્ટીના સાધનોનું ઈન્સ્ટોલેશન કરવાનું શરૂ કરવામાં આવ્ચુ છે. પ્રાથમિક તબ્બકે મહાનગર પાલિકાને માત્ર પ્રપોઝ એનઓસી આપવામાં આવ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા બાદ ફાઈનલ એનઓસી આપવામાં આવશે.
રાજકોટમાં આગની ઘટનાઓ બાદ શહેરની રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં મહાનગર પાલિકા દ્વારા તપાસ શરૂ કરાઈ હતી. પરંતુ પોતાની જ કચેરી પાસે ફાયર એનઓસી નહીં હોવાનું સામે આવતાં તંત્રએ અચાનક કામગીરી શરુ કરી હતી. મનપા કચેરીમાં ફાયર એનઓસીના નામે અત્યાર સુધીમાં માત્ર ફાયર સેફ્ટીના નામે આગ બુઝાવવાના સિલિન્ડર જ લગાવેલા હતાં. તંત્રને ફાયર સેફ્ટીના નામે જાણે બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ હવે ફાયરના સાધનોનું ઈન્સ્ટોલેશન શરૂ કરાયું છે. જે હવે પૂર્ણતાના આરે છે.