તહેવારોની મોસમને ધ્યાનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઘીનાં વેપારીઓ ઉપર સઘન ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઘીનાં વેપારીઓ ઉપર સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-હેઠળ, વિભાગની ટીમોએ આજે કુલ અમૂલ, માહી, શ્રી તત્વ સહિત લૂઝ ઘીના 15 નમૂના લીધા હતા આ સિવાય 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના જૂનો મોરબી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. (1)નકળંગ ફૂડ ઝોન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)રાધે શ્યામ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)શ્રી ભવાની પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)પ્રિન્સ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શિવશક્તિ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ફોર રોલ્સ લાઈવ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)રઘુવીર ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)રઘુવીર પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)રાજ ખોડલ સુપર માર્કેટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ક્રિન્સ બદામ શેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
1. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -જય બજરંગ ડેરી ફાર્મ, શિવનગર મેઇન રોડ, ગ્રીન લેન્ડ ચોકડી પાસે
2. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -શ્રી રામ ડેરી ફાર્મ, અભિરામ પાર્ક મેઇન રોડ, મોરબી રોડ,
3. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ – મધુવન ડેરી ફાર્મ, પેરેડાઈઝ હોલ સામે, રૈયા રોડ
4. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ – ધારેશ્વર ડેરી ફાર્મ, આલાપ ગ્રીન સીટી સામે, સાધુ વાસવાણી રોડ,
5. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -મહાવીર સ્ટોર્સ, 2- ગુંદાવાડી
6. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -વર્ધમાન પ્રોવિઝન સ્ટોર, ભક્તિનગર સર્કલ,
7. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -જલારામ ઘી ડીપો, જ્યુબેલી શાક માર્કેટ સામે
8. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -વોલ્ગા ઘી ડિપો, કેવડાવાડી મેઇન રોડ
9. શુધ્ધ ઘી (લુઝ): સ્થળ -જય માટેલ સ્વીટ એન્ડ નમકીન, નવા થોરાળા, 4-રામનગર
10. ડાયનામિક્સ ગાયનું ઘી (ર00 ગ્રામ) સ્થળ -રાધે સુપર માર્કેટ, રાજનગર ચોક પાસે
11. માહી ગાયનું ઘી (200 ગ્રામ) સ્થળ : રાધે સુપર માર્કેટ, રાજનગર ચોક પાસે
12.અમૂલ ઘી (200 ગ્રામ) સ્થળ -બાલાજી સુપર માર્કેટ, સેટેલાઇટ પાર્ક-3, મોરબી રોડ
13. શ્રી શ્રી તત્વ ગાયનું ઘી (100 ગ્રામ) સ્થળ -ઓમ સુપર માર્કેટ, સાધુ વાસવાણી રોડ
14. શ્રીમૂલ ગાયનું ઘી: સ્થળ -ઓમ સુપર માર્કેટ, સાધુ વાસવાણી રોડ
15. ગૌક્રીશ ઘી 200 ગ્રામ: સ્થળ -ધારેશ્વર ડેરી ફાર્મ, આલાપ ગ્રીન સિટી પાસે, સાધુ વાસવાણી રોડ