દરેક વોર્ડમાં રથ ફરશે અને સવારે તથા સાંજે યોજનાકીય કેમ્પ મારફત લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 6થી 25 ફેબ્રુઆરી 2024 દરમ્યાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. જેમાં દરેક વોર્ડમાં રથ ફેરવવામાં આવશે અને લોકોને વિકાસ ગાથની માહિતી પ્રાપ્ત થઇ શકશે. સાથોસાથ ઉપરોક્ત દિવસો દરમ્યાન નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તમામ વોર્ડમાં ફરશે અને એ દરમ્યાન દરેક વોર્ડમાં સવારે 9-30થી 1-30 વાગ્યા દરમ્યાન તથા બપોર પછી 3-30થી 7-00 વાગ્યા દરમ્યાન યોજનાકીય કેમ્પ યોજવામાં આવનાર છે. તા. 6-2ના રોજ સવારે 9-30 કલાકે સંતોષીનગર પ્રાથમિક શાળા નં.98, રેલનગર પાણીના ટાંકા પાસે, ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં, 80 ફૂટ રોડ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2.0 નો શુભારંભ થશે.
મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યયક્ષ ડો. ભરતભાઇ બોઘરા અને મંત્રી બિનાબેન આચાર્ય તથા મ્યુનિ. કમિશનર આનંદ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્ર્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અને ડો. માધવ દવે તથા અતિથિવિશેષ તરીકે મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયા ઉપસ્થિત રહેશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ આયોજન અનુસંધાને તા. 6-2ના રોજ વોર્ડ નં. 3માં સવારે સંતોષીનગર પ્રાથમિક શાળા નં. 98 ખાતે અને બપોર પછી માધાપર તાલુકા સ્કૂલ, ક્રાઈસ્ટ હોસ્પિટલની બાજુમાં, માધાપર ખાતે યોજનાકીય કેમ્પ યોજાશે. જ્યારે તા. 7-02ના રોજ વોર્ડ નં. 1માં સવારે ઝાકિર હુસેન પ્રા. શાળા, રૈયાધાર ખાતે અને બપોર પછી શાળા નં.89, રૈયા ગામ ખાતે, તા.8-02નાં રોજ વોર્ડ નં. 18માં સવારે તાલુકા શાળા, કોઠારિયા ખાતે અને બપોર પછી નારાયણનગર ક્ધયા શાળા, કોઠારિયા સોલ્વન્ટ ખાતે, તા. 11-02નાં રોજ વોર્ડ નં. 17માં સવારે શ્રી વિશ્ર્વામિત્ર પે સેન્ટર શાળા નં.52, રઘુવીર સોસાયટી, સહકારનગર મેઈન રોડ ખાતે અને બપોર પછી શ્રી સમ્રાટ અશોક પ્રા. શાળા નં.49 બી અયોધ્યા સોસાયટી, બાબરીયા મેઈન રોડ, તા. 12ના રોજ વોર્ડ નં.16માં સવારે શાળા નં.49, સરદાર પટેલ આરોગ્ય ભવનની પાછળ, મહેશ્ર્વરી સોસાયટી ખાતે, અને બપોર પછી શાળા નં.96બી, શ્રી શાંતેશ્ર્વર મહાદેવ મંદિરવાળી શેરી, ગોવિંદનગર મેઈન રોડ ખાતે, તા. 13-02ના રોજ વોર્ડ નં. 8માં સવારે આર.એમ.સી. પ્લોટ, અમિન માર્ગના ખૂણે, ઝેડબલ્યુ સામે, 150 ફૂટ રિંગ રોડ ખાતે, તથા બપોર પછી મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાનામવા સર્કલ ખાતે, તા.14-02ના રોજ વોર્ડ નં.2માં સવારે ગોરધનદાસ મજીઠીયા પ્રા. શાળા નં.60, અલકાપુરી 2/5 કોર્નર, છોટુનગર પાસે અને બપોર પછી મહર્ષિ દધીચી શાળા નં.59, બજરંગવાડી ખાતે, તા.15-02ના રોજ વોર્ડ નં.4માં સવારે ખુલ્લો પ્લોટ, ભગવતીપરા મેઈન રોડ, ભગવતીપરા બ્રિજથી આગળ, ઝાંઝરિયા હનુમાન મંદિર પાસે, બપોર પછી હોકર્સ ઝોનની બાજુનો પ્લોટ, મોરબી રોડ જકાત નાકા ખાતે, તા.16-2ના રોજ વોર્ડ નં.9માં સવારે રાજ પેલેસ ચોકના ગ્રાઉન્ડ ખાતે અને બપોર પછી શ્રી રામદેવપીર મંદિર, આદિત્ય બોયઝ હોસ્ટેલની સામે, પાણીના ટાંકાની બાજુમાં, મુંજકા ખાતે, તા.17-02ના રોજ વોર્ડ નં.14માં સવારે શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.48, જિલ્લા ગાર્ડનની અંદર, ડો.આંબેડકર હોલની પાસે, બાપુનગર રોડ ખાતે અને બપોર પછી પંડિત દીનદયાળ આર.એમ.સી. શાળા નં.65, શ્રમજીવી સોસાયટી, ઢેબરભાઈ રોડ, અંધ મહિલા વિકાસ ગૃહની સામે, તા.18-02ના રોજ વોર્ડ નં. 5માં સવારે શ્રી અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે અને બપોર પછી શ્રી પંડિત જવાહરલાલ નેહરૂ શાળા નં.67, માલધારી સોસાયટી મેઈન રોડ ખાતે, તા.19-02નાં રોજ વોર્ડ નં.13માં સવારે કે. કે. કોટેચા સ્કૂલ, પુનીતનગર પાણીના ટાંકા પાસે, 150 ફૂટ રિંગ રોડ ખાતે અને બપોર પછી શાળા નં.69, અંબાજી કડવા પ્લોટ ખાતે, તા. 20-02ના રોજ વોર્ડ નં.10માં સવારે શ્રી રાજકોટ સોરઠીયા દરજી સમાજ વાડી, બ્રહ્મ સમાજ ચોક પાસે, રૈયા રોડ ખાતે, અને બપોર પછી ગોખ કામેશ્વર મંદિર પાસે પ્લોટ, પાવન પાર્કની બાજુમાં, સત્ય સાંઈ મેઈન રોડ ખાતે, તા.21-2ના રોજ વોર્ડ નં.6માં સવારે મહારાણા પ્રતાપ કોમ્યુનીટી હોલ, કનકનગર ખાતે અને બપોર પછી શ્રી પ્રિયદર્શીની પ્રાથમિક શાળા નં.96, મહિકા મેઈન રોડ ખાતે, તા.22-2ના રોજ વોર્ડ નં.7માં સવારે શ્રી કિશોરસિંહજી શાળા નં.1, કોઠારિયા નાકા ખાતે અને બપોર પછી શ્રી જે.જે. પ્રાથમિક શાળા નં.19, સરદારનગર મેઈન રોડ, ડો. યાજ્ઞિક રોડ ખાતે, તા.23/02/2024ના રોજ વોર્ડ નં.11માં સવારે શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નં. 93, મોકાજી સર્કલ ખાતે, અને બપોર પછી શ્રી મધર ટેરેસા સ્કૂલ, શ્યામલ સ્કાય લાઈફની સામે, અંબિકા ટાઉનશીપ, ખાતે, તા.24-02ના રોજ વોર્ડ નં.15માં સવારે શાળા નં.29, જયનાથ પેટ્રોલ પંપની પાછળ, ભાવનગર રોડ, નવા થોરાળા મેઈન રોડ ખાતે અને બપોર પછી શાળા નં.76, 80 ફૂટ રોડ, અજય વે બ્રિજ વાળો રોડ, ખોડિયારપરા મેઈન રોડ ખાતે તેમજ તા.25-02ના રોજ વોર્ડ નં. 12માં સવારે સંત શ્રી પુનિત મહારાજ પ્રાથમિક શાળા નં.87, પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, 150 ફૂટ રિંગ રોડ ખાતે અને બપોર પછી તુલસી બાગ, કૈલાશ પાર્ક કોમન પ્લોટ, કૈલાશ પાર્ક શેરી નં.4 ખાતે આ યોજનાકીય કેમ્પ
યોજવામાં આવશે.