અંદાજે રૂા. 108.15 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીના આદેશાનુસાર તથા સિટી એન્જિનિયર વેસ્ટ ઝોન કુંતેશ કે. મહેતાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દૂર કરવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વેસ્ટ ઝોન વોર્ડ નં. 11ના વિસ્તારો ટી.પી. સ્કીમ નં. 10 મોટામવા, અંતિમ ખંડ નં. 73-બી (વાણિજ્ય વેચાણ), તાલુકા પોલીસ સ્ટેશનની સામે કાલાવડ રોડ લક્ષ્મીનો ઢોરો, મોટા મવા પરના 12 પાકા મકાન દૂર કરી 11036 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ છે. જેની અંદાજે કિંમત રૂા. 108.15 કરોડ આંકવામાં આવી છે. આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર તથા તમામ આસિ. એન્જિ. એડી. આસિ. એન્જિ. હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિ. તેમજ અન્ય જુદી જુદી શાખાઓ જેવી કે જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા પીજીવીસીએલનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.