ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા શહેરની જુદી જુદી ટાઉનશીપની નામકરણ વિધિમાં રાજકોટ શહેર સમસ્ત મોઢ વણિક જ્ઞાતીના સેવાભાવી એવા મનસુખભાઈ છાપીયાની સેવાની કદર કરી એક ટાઉનશીપને ‘શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ’ નામકરણ કરવાની ઠરાવ કરીને જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતને વધાવતા રાજકોટની સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ હર્ષની લાગણી સાથે ગર્વ અનુભવે છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીનો જાહેર આભાર માન્યો હતો.
રાજકોટ સ્થિત મોઢ વણિક આઠેય મંડળોમાં મોઢ વણિક યુવા ગ્રુપના પ્રમુખ કિરેનભાઈ છાપીયા, મોઢ વણિક સમાજના પ્રમુખ ધર્મેશભાઈ શેઠ, મોઢ વણિક મિત્ર મંડળના પ્રમુખ પ્રનંદભાઈ કલ્યાણી, મોઢ વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મોઢ વણિક માતંગી પાટોત્સવ સમિતિના પ્રમુખ શ્રેયાંસભાઈ મહેતા, મોઢ યુથ ઓર્ગેનાઝેશનના કાર્યકારી પ્રમુખ ચીંતનભાઈ વોરા, મોઢ વણિક મહિલા સત્સંગ મંડળના પ્રમુખ ગીતાબેન અશ્ર્વિનભાઈ પટેલ, સમસ્ત મોઢ વણિક મહિલા મંડળના પ્રમુખ પ્રતિમાબેન પારેખ સહિતના આઠેય મંડળના પ્રમુખોએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.