રાજકોટ માર્કેટ યાર્ડ 3 દિવસની રજાઓ બાદ ફરી ધમધમતું થયું છે. યાર્ડ બહાર 5 કિમિ. જેટલી લાંબી વાહનોની લાઈન જોવા મળી હતી. જો કે સોમવારે રાત્રે 9 વાગ્યાથી વાહનોને એન્ટ્રી આપવાની શરુ કરી દેવાઈ છે. ખેડૂતો 1500થી વધુ ગાડીઓ સાથે પોતાની જણસી વેચવા રાજકોટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. હાલના સમયમાં તુવેર, રાયડા, ધારણા જીરું, મગફળી, ઘઉં વગેરે સહિતની અનેક જણસીઓનો મબલક પાક યાર્ડમાં ઠલવાઇ રહ્યો છે. જો કે અચાનક આટલા બધા વાહનો આવી પહોંચતા ખેડૂતોને થોડી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડ 26 થી 31 માર્ચ સંપૂર્ણ બંધ રહેશે. માર્ચ એન્ડિંગના હિસાબી કામકાજને લઈને વેપારી અને કમિશન એજન્ટે યાર્ડ બંધ રાખવાની માંગણી કરી છે.
રજાઓ બાદ રાજકોટ માર્કેટ યાર્ડ ખુલતા, જણસી ભરેલા વાહનોના થપ્પા લાગ્યા

Follow US
Find US on Social Medias