રાજકોટમાં સરકારી કર્મચારીઓનું બે બુથ મતદાન
રાજકોટની અલગ અલગ 2 જગ્યાએ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ચૌધરી હાઈસ્કૂલ નજીક આવેલી કુંડલીયા કોલેજ અને ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે મતદાન મથક પર અંદાજીત 6000 જેટલા કર્મચારીઓના બેલેટ મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ મતદાન કરી રહ્યાં છે. આજે 3000 જેટલા કર્મચારીઓ કુંડલીયા કોલેજ ખાતે બેલેટ પેપરથી મતદાન કરશે જ્યારે બાકીના 3000 જેટલા કર્મચારીઓ ઘંટેશ્વર SRP કેમ્પ ખાતે બેલેટ પેપર મદદથી મતદાન કરશે.


