પરિવાર સાથે યોજાયેલા સ્નેહમિલનમાં રમતો રમાડવામાં આવી: વિજેતાઓને ઈનામ અપાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસોસિએશન રાજકોટ દ્વારા નવા વર્ષ નવેમ્બર 2025ની સાલને વધાવતા આવકારતા એન્યુઅલ જનરલ મીટીંગ ભોજન સમારંભ સાથે ગેટ ટુ ગેધર સ્નેહમિલનનું આયોજન સહજાનંદ વિલેજ હોટલ ખાતે સેક્ધડ રીંગ રોડ ખાતે યોજવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં સભ્ય સંખ્યા પરિવાર સહિત ઉપસ્થિત રહી ગેટ ટુ ગેધર કાર્યક્રમ ભાઈચારા સાથે સંપન્ન થયો. ભાઈઓ તથા સવિશેષ બહેનો ફેમિલી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ એસોસિએશનના કારોબારી સભ્યો આભારની લાગણી વ્યક્ત કરે છે.
કાર્યક્રમના પ્રથમ ચરણમાં માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલે સર્વે કારોબારી સભ્યોને સ્ટેજ પર આવવા આમંત્રણ પાઠવેલ. સહમંત્રી વિનોદભાઈ અકબરીએ પ્રાર્થનાગાન કરીને મિટીંગનો પ્રારંભ કરાવેલ. ત્યારબાદ પ્રમુખ સમીરભાઈ ચંદે તથા માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલે સર્વે સભ્યો મિત્રોને આવકારી ઉપરોક્ત મિટીંગમાં સહભાગી થયા તે બદલ આવકારીને આભારની લાગણી પ્રદર્શિત કરેલ. નવા સભ્ય થવા અને એસોસિએશન મજબૂત કરવા અનુરોધ કરેલ. ટ્રેઝરર પરેશભાઈ અઢીયા તથા સેજલબેન પી. અઢીયાએ જ્ઞાનવર્ધક, આનંદ આવતી મજા કરાવતી રમત રમાડેલ જેમાં વિજેતાઓને હોદ્દેદારો દ્વારા રોકડ રકમના કવર વિજેતાને એનાયત કરવામાં આવેલ. કાર્યકમના અંતે સર્વે સભ્યોએ રસપ્રચુર સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપેલ. ઉપસ્થિત લોકોનો પ્રતિભાવ હતો કે આ નવી કમિટીએ ખૂબ જ સારો ને સફળ રમતગમત કાર્યક્રમ યોજ્યાનો સંતોષ વ્યક્ત કર્યો.
કાર્યક્રમના યશસ્વી બનાવવામાં પ્રમુખ સમીરભાઈ ચંદે (ગોપાલ એન્ટરપ્રાઈઝ), ઉપપ્રમુખ રામજીભાઈ લાડાણી (માઈક્રો બેરીંગ કોર્પો.), માનદ મંત્રી અશ્ર્વિનભાઈ પટેલ (ગીતા એન્જી. કોર્પો.), સહમંત્રી વિનોદભાઈ અકબરી (કિશન મેન્યુફેકચર્સ), ટ્રેઝરર પરેશભાઈ અઢીયા (સપના સેલ્સ કોર્પો.) કારોબારી મેમ્બરમાં ઈશ્ર્વરભાઈ બાંભોલીયા (જયંત બેરીંગ), પિયુષભાઈ પટેલ (કિરીટ એન્જી. કોર્પો.) મુકેશભાઈ પાંભર (સહજાનંદ એન્જી. વર્કસ), રાજેશભાઈ અઢીયા (જલારામ ટ્રેડીંગ કાું.), ચેતનભાઈ ગણાત્રા (મારુતિ સેલ્સ એજન્સી), સુનિલભાઈ ત્રાંબડીયા (સ્વસ્તિક એન્જીનીયરીંગ)એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અશ્ર્વિનભાઈ પટેલ તથા પરેશભાઈ અઢીયાએ કરેલ. એન્કરીંગ સેવા પિયુષભાઈ પટેલે પૂરી પાડેલી. આભારવિધિ ઉપપ્રમુખ રામજીભાઈ લાડાણીએ કરી હતી.



