જે.એસ.જી.આઇ ડોનેશન ડ્રાઇવ અને વિવેકાનંદ યુથ ક્લબનો સયુંકત પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નિવાસી જૈન પરિવાર નાં સ્વ.કિરીટકુમાર હેમચંદ બાવીસી (સુદાન વાળા) નું દુ:ખદ અવસાન થતાં તેમના ધર્મપત્ની ભારતીબેન અને ભાણેજ બિંદેશભાઈ મહેતા ની સહમતિથી અને જૈન અગ્રણી અને જે.એસ.જી.રોયલ નાં સ્થાપક પ્રમુખ અનીશભાઈ વાધર ની પ્રેરણા થી પરિવાર દ્વારા ચક્ષુદાન કરી બે દૃષ્ટિ હિન બાંધવોને દૃષ્ટિ દાન આપ્યું. સ્વ.કિરીટકુમાર ચક્ષુ નું દાન કરવા જૈન સોશિયલ ગ્રુપ ની આશ્રય કમિટી ચેરમેન અને આઇ ડોનેશન ડ્રાઇવ નાં ઉપેનભાઈ મોદી અને ચક્ષુદાન અભિયાન સમિતિ નાં માર્ગ દર્શક મુકેશભાઈ દોશી અને વિવેકાનંદ યુથ ક્લબ નાં ક્ધવીનર અનુપમભાઈ દોશી દ્વારા ચક્ષુદાન કરવા માં આવ્યું. ડો ધર્મેશ શાહ દ્વારા ચક્ષુ સ્વીકારેલ. બન્ને સંસ્થાઓ નું આ 123 મુ ચક્ષુ દાન છે. શહેરીજનોને પોતાની આસપાસ પડોશમાં પરિવારમાં કે અન્ય કોઈના અવસાન વેળાએ ચક્ષુદાન માટે પ્રેરણા આપવા અને માનવતાના ઉમદા કાર્યમાં સહભાગી બનવા અપીલ સહ વિનંતી છે ચક્ષુદાન માટે કોઈ પણ સમયે સમિતિના અનુપમ દોશી 94282 33796 અથવા ઉપેનભાઈ મોદી 98240 43143 નો સંપર્ક સાધવા વિનંતી કરાઇ છે.



