‘રોડ સેફટી ઇન ઇન્ડિયાનો 2023નો સ્ટેટસ રિપોર્ટ’
‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના અહેવાલમાં રાષ્ટ્રીય સરવેના ચોંકાવનારા આંકડા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટને રંગીલુ અને સ્માર્ટ સીટી કહેવાય છે પણ આ બિરૂદને કલંક લાગે તેવો ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઈન્જરી પ્રિવેન્શન સેન્ટર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી, દિલ્હી દ્વારા ‘રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ 2023’ રિપોર્ટ આવ્યો છે. પોલીસ – મ્યુ.કોર્પો.ની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખાડે ગઇ છે. સાંકળા રસ્તાઓને કારણે રોજેરોજ અકસ્માતો થાય છે એટલુ જ નહિ ભંગાર – ખાડા ટેકરાવાળા રસ્તાઓ વાહન ચાલકોની માત્ર કેડ જ ભાંગી નથી નાખતા કયારે જીવલેણ પણ બને છે. શાસકો – તંત્રની ઘોર બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે જેની ચાડી ખાતો એક રિપોર્ટ બહાર પડયો છે જેમાં જણાવાયું છે કે રાજકોટ ગુજરાતનું એક માત્ર શહેર છે જયાં રસ્તા વધુ ખરાબ છે અને જેના કારણે જીવલેણ અકસ્માતો સૌથી વધુ થાય છે. દેશના મહાનગરો કરતા અકસ્માતમાં રાજકોટનો મૃત્યુદર ઊંચો છે. ટ્રાફિકના નિયમોનું પાલન થવામાં નિષ્ફળતા, સાંકડા રસ્તાઓ, સ્પીડ ઉપર કોઇ નિયંત્રણ નહિ, ભંગાર રસ્તાઓ કિંમતી માનવ જીંદગી છીનવી રહ્યા છે.
દર વર્ષે સરકાર નવા અને ચકચકિત રોડ બનાવવાના વાયદાઓ કરે છે. વાયદાઓ મુજબ પ્રજાના પૈસે નવા રોડ બનાવે પણ છે. પરંતુ ભ્રષ્ટાચારને કારણે મામૂલી વરસાદમાં તમામ રોડ સંપૂર્ણપણે ધોવાઇ જાય છે. ત્યારે ફરી એકવાર રાજ્યના રોડ પર પડેલા ખાડાઓએ સરકારની પોલ ખોલી દીધી છે. ખાડા પરથી પસાર થતી વખતે નાગરિકોના હાડકા ખોખરા થઇ જાય છે. વાહનોને પણ મોટા પાયે નુકસાન થાય છે. તેમ છતાં નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
ગુજરાત ભલે સ્માર્ટ કહેવાતું હોય પરંતુ ખરેખર તો ગુજરાતમાં વરસાદ બાદ ખાડા રાજ સ્થપાઈ ગયું છે.અમદાવાદ હોય કે, રાજકોટ, વડોદરા હોય કે, સુરત તમામના નાના મોટા શહેરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. ગુજરાત દરેક નગરોના રસ્તાઓ પર આ પ્રકારે જ ઠેકઠેકાણે મોટા ખાડાઓ પડી ગયા છે. દરેક શહેરોની હાલત આવી જ છે. પ્રજા વિરોધ અને રજૂઆતો કરીને થાકી ગઇ છે પરંતુ બદલામાં તેને તંત્ર તરફથી ફક્ત ઠાલા આશ્ર્વાસન મળે છે.ખાડારાજ રોડ પરથી અનેકવાર સાસંદ, ધારાસભ્યો, અધિકારીઓ અને પદાધિકારીઓ પસાર થતા હશે. પણ કોઈના પેટનું પાણી પણ હલતું નથી રસ્તા પર ખાડા પડી જવાને કારણે રોજ 10થી વધુ વાહનો ખાડામાં ફસાઈ જાય છે. અનેક ટુવ્હીલરચાલકો પડી જાય છે, રસ્તા પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી, સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની બેદરકારીને કારણે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે.સપ્ટેમ્બર 2019 માં, ગુજરાત સરકાર ટુ-વ્હીલર સવારો માટે ફરજિયાત હેલ્મેટ નિયમનું પાલન ન કરતા લોકો માટે વધુ દંડ સાથે કેન્દ્રના સુધારેલા મોટર વાહન અધિનિયમને અપનાવનાર પ્રથમ રાજ્યોમાંનું એક બન્યું હતું.. જો કે, આ પગલાએ રાજ્યભરમાં વ્યાપક વિરોધને ઉત્તેજિત કર્યો હતો, તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના વતન રાજકોટે હેલ્મેટ નિયમનો વિરોધ કરવામાં સૌથી વધુ અવાજ ઉઠાવ્યો હતો .નાગરિકોના વિરોધને પગલે સરકારે ત્રણ મહિના પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ નિયમને અટકાવી દીધો હતો. હવે, એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે રાજકોટ, જે ફરજિયાત હેલ્મેટના નિયમનો વિરોધ કરવામાં મોખરે હતું, તે ગુજરાતનું સૌથી વધુ માર્ગ અકસ્માત મળત્યુ દર ધરાવતું શહેર બન્યું છે અને તે ઉપરાંત ઘણા મોટા ભારતીય શહેરોમાં પણ સૌથી ઊંચો માર્ગ અકસ્માતનો મરણનો દર છે તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો એક અહેવાલ જણાવે છે.
- Advertisement -
ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઈન્જરી પ્રિવેન્શન સેન્ટર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી, દિલ્હી દ્વારા ‘રોડ સેફ્ટી ઈન ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ 2023’ અનુસાર, રાજકોટ શહેરમાં દિલ્હી, અમદાવાદ,હૈદરાબાદ, બળહદ મુંબઈ અને કોલકાતા. જેવા ઘણા મોટા શહેરોની સરખામણીમાં લાખની વસ્તી દીઠ માર્ગ અકસ્માતમાં મળત્યુદર વધુ છે.
ઓછી વસ્તી હોવા છતાં – દિલ્હીનો દસમો ભાગ અને અમદાવાદનો એક ચતુર્થાંશ સામે રાજકોટનો મળત્યુદર પ્રતિ લાખ 9.7 છે, જે વડોદરા (7.4), અમદાવાદ (5.5) અને સુરત (5.5) જેવા ગુજરાતના અન્ય શહેરોને પણ પાછળ છોડી દે છે.
સ્માર્ટ સિટીની વાત જવા દો, ભંગાર રસ્તા, ખાડાં-ખબડાં અને જીવલેણ ટ્રાફિક વ્યવસ્થા બાબતે રાજકોટ દેશભરમાં પ્રથમ સ્થાને!