ભેળસેળવાળી મીઠાઇનું વેચાણ અટકાવવા રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી: ફરસાણ- મીઠાઈના 39 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
કાજુ કતરી, પેંડા, બરફીના નમૂના લેવાયા: મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખવા સૂચના અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં મિઠાઈ અને ડેરી ઉત્પાદનોનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. કુલ 39 ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 9 દુકાનોને લાઇસન્સ અને મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ જેવી આવશ્યક માહિતી ન દર્શાવવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
મુખ્ય કાર્યવાહી અને તપાસના સ્થળો
ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 39 દુકાનોનું સર્વેલન્સ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં નીચે મુજબની 9 દુકાનોને નોટિસ પાઠવવામાં આવી છે: શ્રી ગાયત્રી ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક): મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક): મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
શ્રી ખોડિયાર ડેરી ફાર્મ (કઙ પાર્ક રોડ): મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ (કુવાડવા રોડ): મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
શ્રી શક્તિરાજ સ્વીટ નમકીન (લક્ષ્મીવાડી): લાઇસન્સ તથા મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
તુલશી ડેરી ફાર્મ (નારાયણનગર): લાઇસન્સ તથા મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
ગોકુળ ડેરી ફાર્મ (પંચશીલ રોડ): મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ (અમીન માર્ગ): મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
શ્રી ન્યુ પટેલ ડેરી ફાર્મ (કે.કે.વી. ચોક): મિઠાઈ પર ’યુઝ બાય ડેટ’ દર્શાવવા બાબત નોટિસ.
ગુણવત્તા ચકાસણી માટે 15 નમૂના લેવાયા
ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિવિધ પ્રકારની મિઠાઈ અને પેકેજ્ડ ફૂડના કુલ 15 નમૂનાઓ સંગ્રહિત કર્યા છે. આ નમૂનાઓને વધુ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેના પરિણામોના આધારે વધુ કાર્યવાહી કરવામાં આવશે. લેવાયેલા નમૂનાઓમાં કેસર પેંડા, ચોકલેટ પેંડા, કાજુ કતરી, થાબડી પેંડા, બોન્ટી પેંડા, મલાઈ પૂરી પેંડા, રજવાડી પેંડા અને ડેરી મિલ્ક ચોકલેટનો સમાવેશ થાય છે. તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા અને ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય તે માટે ફૂડ વિભાગ દ્વારા આ પ્રકારના ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.