અમદાવાદમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની કોન્ફરન્સમાં ઈંખઅ IMA NATCON 2025 નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો
ENT ક્ષેત્રમાં અસાધારણ સેવા અને જટીલ સર્જરી બદલ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ
- Advertisement -
5 હજારથી વધુ ડેલિગેટ્સની હાજરીમાં 27 ડિસેમ્બરે યોજાયો ભવ્ય સમારોહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અમદાવાદ ખાતે આયોજિત ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની નેશનલ કોન્ફરન્સ ઈંખઅ ગઅઝઈઘગ 2025 અંતર્ગત 27 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે ક્લબ-07 શેલા ખાતે યોજાયેલા ભવ્ય નેશનલ એવોર્ડ સમારોહમાં રાજકોટના પ્રખર ઊગઝ નિષ્ણાત ડો. હિમાંશુ જગદીશચંદ્ર ઠક્કરને મેડિકલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ સેવાઓ બદલ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ડો.એ.કે.એન. સિન્હા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ઈંખઅનો અત્યંત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર ગણાય છે, જે તબીબી ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ આપવામાં આવે છે. રાષ્ટ્રીય પરિષદ દરમિયાન યોજાયેલા આ સમારોહમાં દેશના અગ્રણી તબીબી અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન ડો. દિલીપ ભાનુશાળી (નેશનલ પ્રેસિડેન્ટ, ઈંખઅ), ડો. સરબરી દત્તા (ઓનરરી સેક્રેટરી જનરલ, ઈંખઅ), ડો. આર.વી. અશોકન (ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, ઈંખઅ), ડો. મેહુલ પટેલ (પ્રેસિડેન્ટ, ઈંખઅ ગુજરાત સ્ટેટ) તથા ડો. અનિલ પટેલ (પ્રમુખ, ઈંખઅ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ – 2025-26)ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આઇસીસીના ચેરમેન જય શાહ, માનદ અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ડો. કેતન દેસાઈ, ડો. અનિલકુમાર નાયક, ડો. આર.વી. અશોકન અને ડો. પીયૂષ જૈન જેવા દિગ્ગજ તબીબી આગેવાનોની વિશેષ હાજરી રહી હતી. ઈંખઅના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ રાષ્ટ્રીય પરિષદમાં ભારત અને વિદેશમાંથી 5,000થી વધુ તબીબી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જે ઈંખઅના ઇતિહાસની સૌથી મોટી કોન્ફરન્સ તરીકે નોંધાઈ છે.
ડો. હિમાંશુ ઠક્કરે ઊગઝ ક્ષેત્રમાં ખાસ કરીને બાળકો તથા પ્રૌઢોમાં શ્ર્વાસનળી અને અન્નનળીમાં ફસાયેલા વિદેશી પદાર્થોને એન્ડોસ્કોપી દ્વારા બહાર કાઢવામાં અદ્વિતીય સફળતા મેળવી છે. અનેક અતિજટિલ અને જોખમી કેસોમાં તેમણે જીવ બચાવતી સર્જરીઓ કરીને માનવસેવાની ઉત્તમ મિસાલ સ્થાપી છે. તેઓ લિમ્કા બુક ઓફ રેકોડર્સ-2025 અને ઇન્ડિયા બુક ઓફ રેકોડર્સ-2023ના રેકોર્ડ હોલ્ડર પણ છે. તેમને અગાઉ પણ વર્ષ 2013માં ઈંખઅ ઉિ. ઈ.જ. ઝવફસફિ ગફશિંજ્ઞક્ષફહ ઊફમિ તથા 2014માં ઈંખઅ ખયમ અભવશયદયતિ ઊફમિ જ્ઞર ખયશિિં (ગફશિંજ્ઞક્ષફહ)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર અને આરોગ્ય શિબિરો દ્વારા તેઓ સતત સમાજ સેવામાં કાર્યરત રહ્યા છે. આ ગૌરવપૂર્ણ સન્માનથી રાજકોટ, ગુજરાત તેમજ સમગ્ર તબીબી સમુદાયમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. ડો. હિમાંશુ ઠક્કરને તેમની આ સિદ્ધિ બદલ તેમના મોબાઇલ નંબર 7990 153793 પર સર્વત્રથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
- Advertisement -
ડૉ. હિમાંશુ ઠક્કર : તબીબી કુશળતા, નેતૃત્વ અને સમાજસેવાનો ઉજ્જવલ સંકલ્પ
ડો. હિમાંશુ ઠક્કરની તબીબી કારકિર્દી માત્ર સારવાર સુધી સીમિત નથી, પરંતુ સમાજ પ્રત્યેની નિષ્ઠા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પણ છે. તેમને મળેલા વિવિધ રાષ્ટ્રીય સન્માનો તેમની ઊંચી વ્યાવસાયિક કુશળતા, અવિરત પરિશ્રમ અને માનવસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મજબૂત પ્રમાણ આપે છે. તબીબી સેવાઓ સાથે સાથે ડો. હિમાંશુ ઠક્કરે અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં મહત્વપૂર્ણ નેતૃત્વ ભૂમિકાઓ નિભાવી છે. તેઓ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (ઈંખઅ), રાજકોટ બ્રાન્ચના ભૂતપૂર્વ સેક્રેટરી, ઊગઝ જજ્ઞભશયિું જ્ઞર છફષસજ્ઞનિાં ભૂતપૂર્વ પ્રમુખ, છફલવીદફક્ષતવશ ઉજ્ઞભજ્ઞિંતિ’ અતતજ્ઞભશફશિંજ્ઞક્ષ, રાજકોટના ભૂતપૂર્વ પ્રમુખ તેમજ રાજકોટ લોહાણા મહાજનના ભૂતપૂર્વ સેક્રેટરી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ તમામ સંસ્થાઓમાં રહી તેમણે આરોગ્ય ક્ષેત્રના વિકાસ, સંગઠનાત્મક મજબૂતી અને સામાજિક જવાબદારીને પ્રાધાન્ય આપ્યું છે. ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક સારવાર, નિદાન કેમ્પો તથા વિવિધ સામાજિક આરોગ્ય સેવાઓ દ્વારા તેમણે સમાજસેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ડો. હિમાંશુ ઠક્કર હંમેશા દર્દી નારાયણની સેવાને જીવનમંત્ર બનાવી નિષ્ઠાપૂર્વક કાર્યરત રહ્યા છે, જેના કારણે તેઓ તબીબી જગતમાં સાથે સાથે સમાજમાં પણ વિશેષ માન અને વિશ્વાસ પ્રાપ્ત કરી રહ્યા છે.



