રાજકોટ જિલ્લા પંચાયત રાજ્યની પ્રથમ પેપરલેસ સરકારી કચેરી બને તે માટેનો ધમધમાટ ઘણા સમયથી શરૂ કરાયો છે. આ માટે જિલ્લા પંચાયતના 170 અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતને ગુજરાતની પ્રથમ પેપરલેસ કચેરી બનાવવા મથામણ શરૂ થઈ છે. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીના દિવસે ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરાશે. ઇ-સરકાર એપ્લિકેશન શરૂ કરી જિલ્લા પંચાયત પેપરલેસ થશે. આમ કરવાથી કચેરીઓમાં કાગળ ઘટશે અને ખર્ચ બચશે.
- Advertisement -
ફાઈલો સ્કેન કરીને ઈ-કોપી બનાવાશે
કચેરીમાં હાલ જે પણ ફાઈલો છે તે સૌથી પહેલા સ્કેન કરીને તેની ઈ-કોપી બનાવવામાં આવશે. જે બાદ નવી ફાઈલો પણ પેપર લેશ બનશે. આ બધુ કામ કોમ્પ્યુટરની મદદથી થશે. ઈ-સરકાર એપ શરૂ કરાયા બાદ અધિકારીઓ એ તપાસી શકશે કે કઈ ફાઈલ કેટલા સમયથી ક્યા ટેબલ પર અને ક્યા અધિકારી પાસે પેન્ડિંગ છે.
ઈ-સરકાર એપ્લિકેશન શરૂ કરાશે
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ 2005થી ઇન્ટિગ્રેટેડ વર્ક ફ્લો એન્ડ ડોક્યુમેન્ટ મેનજમેન્ટ સિસ્ટમ એપ્લિકેશનથી વહીવટી પ્રક્રિયા કરવામાં આવતી હતી, જેમાં હવે અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરીને ઈ-સરકાર એપ્લિકેશન શરૂ કરવામાં આવી રહી છે.
તાલુકા પંચાયતોમાં પણ શરૂ થશે પેપરલેસ સિસ્ટમ
તેઓએ જણાવ્યું કે, સરકારના નવતર અભિગમનો અમલ થશે. આ માટે જિલ્લા પંચાયતના 170 અધિકારીઓને તાલીમ અપાઈ છે. જિ.પંચાયત સાથે જોડાયેલી તાલુકા પંચાયતોમાં હવે પેપરલેસ સિસ્ટમ અપનાવાશે. આગામી સમયમાં ફેબ્રુઆરીમાં બજેટ આવી રહ્યું છે,